Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નદીના ૫ટમાં અવરજવર ન કરવા તંત્રની સૂચનાઃ
ધ્રોલ તા. ર૧: ધ્રોલ તાલુકાની જીવાદોરી સમાન ઉંડ-૧ સિંચાઈ યોજનામાંથી નીચાણવાળા વિસ્તારોના ચેકડેમ ભરવા માટે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આ૫વામાં આવતા જ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ખેડૂતોના આગોતરા વાવેતર અને સિંચાઈની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડેમના ૬ દરવાજા ૧ ફૂટ સુધી ખોલીને નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાવાના કારણે વિસ્તારના ચેકડેમો ફરીીથ પાણીથી છલકાશે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ ડેમમાંથી નદીમાં પાણી છોડાવાના કારણે વહેણ ઝડપી બન્યું છે, જેને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં આવતા ૧૨ ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ધ્રાંગડા, ખંભાળીયા (મોટોવાસ-નાનો વાસ), રોજીયા, રવાણી ખીજડીયા, તમાચણ, માનસર, હમાપર, વિરાણી ખીજડીયા, વાંકીયા, સોયલ અને નથુવડલા ગામના લોકોને તેમજ પશુપાલકો અને નદી કિનારે વાડા (શાકભાજી વગેરે)નું વાવેતર કરનારાઓને નદીના પટમાં અવરજવર ન કરવા માટે કડક અને તાકીદની સૂચના આપવામાં આવી છે.
કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાની કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક સરપંચો અને ગ્રામ પંચાયતોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે, અને લોકોને નદી કિનારેથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial