Advertisement
Author: નોબત સમાચાર

પહલગામ આતંકી હુમલો પાકિસ્તાનના ઈશારે થયો હતોઃ એનઆઈએની ચાર્જશીટ

લોકલ ગાઈડઝની સંડોવણીઃ સ્થાનિકોના સપોર્ટના પુરાવા મળ્યા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૧: એનઆઈએની ચાર્જશીટમાં ઘટસ્ફોટ થયો છે કે, પહલગામ આતંકવાદી હુમલાનું નિયંત્રણ લાહોરથી થઈ રહ્યું હતું. ત્યાંથી માસ્ટરમાઈન્ડ સૂચનાઓ આપી રહ્યો હતો. આ હુમલાનું આયોજન અને નિયંત્રણ પાકિસ્તાનથી કરવામાં આવ્યું હતું. લશ્કર-એ-તૈયબા અને ટીઆરએફ એ સંયુક્ત રીતે તેને અંજામ આપ્યો હતો.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એપ્રિલ ર૦રપ માં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે એક મહત્ત્વપૂર્ણ ચાર્જશીટ દાખલ કરી છે. આ હુમલામાં ર૬ નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતાં. દેશની સૌથી મોટી આતંકવાદ વિરોધી એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આ રક્તપાતનું સમગ્ર કાવતરૂ પાકિસ્તાનથી આયોજન અને નિયંત્રણમાં હતું.

એનઆઈએ અનુસાર આ હુમલો લશ્કર-એ-તૈયબા અને તેના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર ઓપરેશન સરહદ પારથી સંકલિત કરવામાં આવી રહ્યું હતું. મુખ્ય કાવતરૂ ઘડનાર લશ્કરનો ખતરનાક આતંકવાદી, સૈફુલ્લા ઉર્ફે સાજિદ જટ્ટ ઉર્ફે લંગડા, હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. તે પાકિસ્તાનના લાહોરથી પહલગામમાં આતંકવાદીઓને સીધા નિર્દેશિત કરી રહ્યો હતો. તા. ૧પ અને ૧૬ એપ્રિલના સૈફુલ્લાહએ ત્રણ આતંકવાદીઓ, ફૈઝલ જટ્ટ ઉર્ફે સુલેમાન, હબીબ તાહિર ઉર્ફે છોટુ અને હમજા અફઘાનીને બૈસરન ખીણ મોકલ્યા. ત્યાં, તેઓએ સુરક્ષા વ્યવસ્થા અને પ્રવાસીઓની અવરજવરનું નિરીક્ષણ કર્યું હતું. આ હુમલા માટે બે સ્થાનિકો પરવેઝ અને બશીર અહેમદે પણ હુમલો કરવામાં પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી હતી.

તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પાકિસ્તાની આતંકવાદીઓએ દાવો કર્યો હતો કે ભારતે તેના પોતાના લોકો પર હુમલો કર્યો હતો અને ખોટી અને બનાવટી વાર્તા ફેલાવી હતી.

હુમલા પછી તરત જ ટીઆરએફ એ કાશ્મીર ફાઈટ નામની ટલિગ્રામ ચેનલ પર જવાબદારી સ્વીકારી હતી, જો કે આંતરરાષ્ટ્રીય નિંદા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરફથી કડક નિંદાનો સામનો કર્યા પછી ટીઆરએફ ગભરાઈ ગયું. તેણે પોતાનું નિવેદન બદલી નાખ્યું અને દાવો કર્યો કેે ચેનલ હેક થઈ ગઈ છે.

એનઆઈએ એ તેની ચાર્જશીટમાં મજબૂત ડિજિટલ અને ટેકનિકલ પુરાવા રજૂ કર્યા જે સીધા પાકિસ્તાન તરફ ઈશારો કરે છે. ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતાં. એક ફોન ઓનલાઈન ખરીદ્યો હતો અને લાહોરના કાયદ-એ-આઝમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મોકલવામાં આવ્યો હતો, જ્યારે બીજો કરાચીના શહરા વિસ્તારમાંથી લેવામાં આવ્યો હતો.

હુમલાના દિવસે સૈફુલ્લાહ લાહોરના આતંકવાદીઓ સાથે સતત સંપર્કમાં હતો. તેમને રીઅલ-ટાઈમ ડેટા, ભાગી જવાના રસ્તાઓ, છૂપાયેલા સ્થળો અને કોઓર્ડિનેટ્સ મોકલતો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh