Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧.ર ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ર૦: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.ર ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭.ર ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં વધારો થયો હતો.
જામનગરમાં ગુરુવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ૧.ર ડીગ્રી ઊંચકાયને ૩૭.ર ડીગ્રીએ પહોંચી ગયો હતો. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. તાપમાનમાં થયેલા વધારા તથા પવનની ગતિ ઘટતા ગઈકાલે બપોરે પ્રજાજનો ગરમીથી અકળાઈ ગયા હતાં. લોકો પરસેવે રેબઝેબ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. ગરમી અને બફારામાંથી રાહત મળે તે માટે નગરજનોએ એસી, એરકૂલર તથા ઠંડાપીણાનો સહારો લીધો હતો.
નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક ઘટીને ૬૮ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial