Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી ક્રિકેટનો સટ્ટો ઝડપાયો

તરસાઈમાં વર્લીનું બેટીંગ લેતો એક ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના નવા ૮૦ ફૂટ રોડ પરથી ગઈરાત્રે પોલીસે એક પ્રૌઢને ક્રિકેટનો સટ્ટો રમતા દબોચી લીધા છે. તેઓએ કપાત લેતા શખ્સના મોબાઈલ નંબર પોલીસને આપ્યા છે. જામજોધપુરના તરસાઈમાંથી એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ૮૦ ફૂટ રોડ પર મામાસાહેબના મંદિર પાસે ગઈકાલે રાત્રે જાહેરમાં ઉભા રહી એક પ્રૌઢ ક્રિકેટનો સટ્ટો રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી ગોકુલ પાર્કમાં રહેતા સુરેશભાઈ વિઠ્ઠલભાઈ ઠક્કર (ઉ.વ.૬પ) નામના વ્યક્તિ પોતાના મોબાઈલમાં એક એપ્લિકેશનમાં ગઈકાલની આઈપીએલની મેચનો સ્કોર નીહાળી તેના પર સટ્ટો રમતા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૧૦ હજારનો મોબાઈલ કબજે કરી સુરેશભાઈની ધરપકડ કરી છે. આ શખ્સે પોતાની પાસેથી કપાત લેતા શખ્સના મોબાઈલ નંબર પોલીસને આપ્યા છે. બંને સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાંથી સાહિલ દીપકભાઈ મકવાણા ઉર્ફે જખરા નામના શખ્સને પોલીસે વર્લીના આંકડા લખતો પકડી પાડ્યો છે. તેની પાસેથી આંકડા લખેલી ચિઠ્ઠી, બોલપેન, રોકડ કબજે કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh