Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીધુ વીજજોડાણ મેળવીને વીજ વપરાશ કરતા તત્ત્વોમાં મચી ગઈ નાસભાગઃ
ખંભાળિયા/સલાયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તેમજ સલાયા, વાડીનાર, ભાણવડ પંથકમાં વસવાટ કરતા હિસ્ટ્રીશીટરોને ત્યાં ગઈકાલે પોલીસે વીજ કંપનીની ચેકીંગ ટૂકડીને સાથે રાખી હાથ ધરેલી વીજ ચેકીંગ કાર્યવાહીમાં વીજચોરી ઝડપાઈ ગઈ હતી. સલાયામાંથી પચ્ચીસ, ખંભાળિયામાંથી દસ, વાડીનાર, ભાણવડમાંથી ચાલીસ ઉપરાંત વીજચોરીના કિસ્સા સામે આવ્યા હતા. પોલીસ, વીજ કંપનીની આ કાર્યવાહીના પગલે કેટલાક વ્યક્તિઓ પોતાના ઘરને તાળા મારી આડાઅવળા થઈ ગયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વસવાટ કરતા કેટલાક અસામાજિત તત્ત્વો તેમજ સલાયા, ભાણવડ, વાડીનારમાં વસવાટ કરતા અસામાજિક તત્ત્વોને ત્યાં વીજ ચેકીંગ કરવા માટે સૂચના આપવામાં આવતા ગઈકાલે હથિયારધારી પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે વીજ કંપનીની ટૂકડીઓએ ચેકીંગ હાથ ધર્યું હતું.
બુટલેગર તરીકે પંકાયેલા કે હદપાર થયેલા શખ્સોના ઘેર પણ વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં ખંભાળિયામાંથી દસ સ્થળેથી વીજચોરી મળી આવી હતી. ઉપરાંત વાડીનાર અને ભાણવડમાંથી ૪૦ સ્થળે વીજચોરી ઝડપાઈ ગઈ હતી.
ખંભાળિયાના ડીવાયએસપી મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ ખંભાળિયાના પીઆઈ સી.આર. રાણા સહિતની પોલીસ ટીમ અસામાજિક તત્ત્વોના રહેણાંક પર વીજ કંપનીની ચેકીંગ ટૂકડીઓ સાથે ધસી ગઈ હતી. જેને ત્યાંથી વીજચોરી મળી આવી છે તેઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવાની તજવીજ ઉપરાંત વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ કેટલાક અસામાજિક તત્ત્વો ડાયરેક્ટ વીજ જોડાણ મેળવી વીજચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે. તેઓના વીજચોરીના સ્થળે જ્યારે મીટર રીડર જાય તો તેને ભગાડી મુકવામાં આવતો હતો અને ક્યારેક વીજ ચેકીંગ હોય તો બારણા બંધ કરી તાળુ મારી દેવામાં આવતું હોવાનું ખૂલ્યું છે.
સલાયાથી અમારા પ્રતિનિધિના પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ એસપી જયરાજસિંહ વાળાની સુચનાથી ગઈકાલે સલાયા પંથકમાં કરવામાં આવેલા વીજ ચેકીંગમાં પચ્ચીસ સ્થળેથી ગેરકાયદે વીજજોડાણ ઝડપાઈ ગયા છે. વીજચોરી કરનાર વ્યક્તિઓને રૂ।.નવેક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચેકીંગના પગલે કેટલાક લોકો ઘરને તાળા મારીને નાસી છૂટ્યા હતા. ચેકીંગ કાર્યવાહીમાં વીજ ટૂકડીની સાથે સલાયા મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ જે.એમ. ચાવડા તથા તેમની ટીમ જોડાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial