Advertisement
Author: નોબત સમાચાર

ટેન્કર જોઈને ચલાવવાનું કહેતા બેડી પાસે બે યુવાન પર બે શખ્સનો હલ્લો

ટેન્કરચાલકે ગુસ્સામાં બે વાહનને હડફેટે લીધાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના બેડેશ્વર પાસે ગઈકાલે અન્યની મોટર લઈને ચા પીવા ગયેલા એક યુવાને બાજુમાંથી નીકળેલા પાણીના ટેન્કરના ચાલકને જોઈને ચલાવવાનું કહેતા મામલો બીચક્યો હતો. ટેન્કરચાલક તથા તેના સાગરિતે હુમલો કરવા ઉપરાંત બે વાહનમાં ટેન્કર અથડાવી રૂ।.૩૫ હજારનું નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના બેડેશ્વર નજીકના ગરીબનગર પાણાખાણમાં રહેતા અખ્તર હારૂનભાઈ વાંઢા અને તેમના કૌટંુબિક ઈમ્તિયાઝભાઈ ગઈકાલે બપોરે બેડેશ્વરમાં એક ઓઈલ મીલ પાસે ચાની હોટલે અન્યની મોટર લઈને ચા પીવા આવ્યા હતા. આ વેળાએ ત્યાંથી સદામ ઉર્ફે સદામડા ચોર નામના શખ્સે મોટરની બાજુમાંથી પાણીનું ટેન્કર કાઢયું હતું.

ત્યાં હાજર અખ્તરે ટેન્કર મોટરને અડકી જશે તેવી ભીતિથી બુમ પાડતા અને જોઈને ચલાવવાનું કહેતા ટેન્કર ઉભુ રાખી ઉતરેલા સદામે ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યાે હતો. આ વેળાએ આઝાદ ઉર્ફે અજલો પણ ધસી આવ્યો હતો. તેણે ઈમ્તિયાઝભાઈ પર ઢીકપાટુથી હુમલો કરી માર માર્યાે હતો અને સદામે જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત પોતાનું ટેન્કર ચાલુ કરી રિવર્સમાં લઈ અખ્તરભાઈના કુટુંબીની મોટર સાથે ટકરાવી દઈ ટેન્કર ભગાડ્યું હતું અને અખ્તરના ઘર પાસે પડેલા તેના સ્કૂટરને ઠોકર મારી દીધી હતી. કુલ ૩૫ હજારનું બે વાહનમાં નુકસાન કરવામાં આવ્યું હતું. અખ્તરભાઈએ સિટી બી ડિવિઝનમાં સદામ તથા આઝાદ સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh