Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક કચેરીએ વડી કચેરીને અપગ્રેડેશન માટે કરી છે રજૂઆત
જામનગરની આર.ટી.ઓ. કચેરીમાં નેટવર્ક અને સર્વરના ધાંધિયાના કારણે અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જો કે સર્વર અપડેટ કરવા માટે વડી કચેરી સમક્ષ માંગણી કરી દેવામાં આવી છે.
જામનગરની આરટીઓ કચેરીમાં મહત્તમ કામગીરી ઓન લાઈન થઈ રહી છે, પરંતુ ઈન્ટરનેટની કનેક્ટિવિટી અને સર્વરના ધાંધિયાના કારણે અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ખાસ કરીને ડ્રાઈવીંગ લાયસન્સ, વાહન ટેક્સના પૈસા ભરવામાં પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે. આ કચેરીમાં દરરોજ અસંખ્ય અરજદારો આવે છે, પરંતુ સર્વર ધાંધિયાના કારણે કલાકો સુધી તેમને રાહ જોવી પડે છે. તો ક્યારે કામ પણ થતા નહીં હોવાથી ધક્કો ખાય છે. સર્વરને અપગ્રેડ કરવાની માંગણી સ્થાનિક કચેરી દ્વારા વડી કચેરી સમક્ષ કરવામાં આવી છે. અરજદારે ઓન લાઈન એપોઈન્ટ મેળવી હોય છે અને પોતાને ફાળવેલ તારીખ અને સમયે કચેરીમાં પહોંચે છે, પરંતુ કનેક્ટિવિટી અને સર્વરના ડાઉન પ્રશ્ને અરજદારના કામો થતા નથી. હવે સત્વરે આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી અરજદારોમાંથી ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial