Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા સમય પહેલાં ઝડપાયો હતો ડ્રગ્સનો જથ્થોઃ
જામનગર તા. ૨૧: મેઘપર પોલીસે થોડા સમય પહેલાં ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક આરોપીઓને પકડી પાડ્યા પછી પંજાબના એક શખ્સની સંડોવણી પણ ખૂલી હતી. નાસતા ફરતા આ શખ્સને ગઈકાલે મેઘપર પોલીસે પડાણાના પાટીયા પાસેથી પકડી પાડ્યો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર પાસેથી થોડા સમય પહેલાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પકડાયેલા આરોપીઓએ પોતાના સાગરિત પંજાબના ગુરૂજીતસિંઘ લખબીરસિંઘ ખેરા ઉર્ફે ગોરાનું નામ આપ્યું હતું. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી અને ગુરૂજીતસિંઘની શોધ આદરી હતી.
તે દરમિયાન ઉપરોક્ત આરોપી પડાણા પાટીયા પાસે આવ્યો હોવાની બાતમી મળતા પીઆઈ પી.ટી. જયસ્વાલની સૂચનાથી એએસઆઈ એમ.એલ. જાડેજા, લાખનસિંહ, ડી.આર. ઝાલા સહિતની ટીમ ધસી ગઈ હતી. ત્યાંથી ગુરૂજીતસિંઘ ઉર્ફે ગોરાની ધરપકડ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial