Advertisement
Author: નોબત સમાચાર

અલિયાબાડા રેલવે સ્ટેશન પર બોકસ બ્રિજનું નિર્માણ

ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા 'ઘટશે !'

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૨૧: અલિયાબાડા સ્ટેશન પર આધુનિક બોકસ બ્રિજના નિર્માણથી રેલ સુરક્ષા અને જળ વિકાસ વ્યવસ્થા મજબૂત થઈ હોવાનો રેલવે તંત્રે દાવો કર્યો છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માળખાકીય આધુનિકીકરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા અલિયાબાડા સ્ટેશન યાર્ડમાં આવેલા બ્રિજ નંબર ૩૦૯નું સફળતાપૂર્વક પુનઃનિર્માણ કર્યું છે. જૂના ૪-૦.૯૧૫ મીટરના આરસીસી સ્લેબ પ્રકારના પુલને હટાવીને તેની જગ્યાએ ૨ બાય ૨.૫૪ બાય ૧.૩૫ મીટર કદના આધુનિક આરસીસી બોક્સ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કામગીરી ૧૬ અને ૧૭ મે, ૨૦૨૬ના સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક) સુનિલકુમાર મીનાના અનુસાર, આ આધુનિક પુલના નિર્માણથી પાણીના નિકાલની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઘટશે તેમજ રેલવે ટ્રેકની સુરક્ષા અને સ્થિરતામાં પણ મોટો સુધારો થશે. આનાથી રેલ સંચાલન વધુ સુરક્ષિત, સુગમ અને વિશ્વસનીય બનશે, જેનો સીધો લાભ મુસાફરો અને માલસામાન પરિવહન સેવાઓને મળશે.

આ કામગીરી રાજકોટ ડિવિઝનના અલિયાબાડા સ્ટેશન પર મુખ્ય લાઈનમાં માત્ર ૬ કલાકના બ્લોક દરમિયાન બાંધકામ વિભાગ દ્વારા અત્યંત કાર્યક્ષમતા અને સુઆયોજિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત રેલવે ટ્રેક હટાવવો, જૂના પુલને તોડવો, જરૂરી ખોદકામ અને જગ્યા બનાવવી, બેઝ સ્લેબ સહિત નવા આરસીસી બોક્સ લોન્ચ કરવા, ફરીથી ટ્રેક બિછાવવો તેમજ ઓએચઈ (વીજ લાઈન)નું સમાયોજન કરીને રેલ ટ્રાફિક પુનઃ શરૂ કરવાનો સમાવેશ થાય છે.

રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝન દ્વારા સુરક્ષિત, આધુનિક અને વિશ્વસનીય રેલ માળખું વિકસાવવાની દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. અલિયાબાડા સ્ટેશન પર નિર્ધારિત સમયમર્યાદામાં આધુનિક બોક્સ બ્રિજનું નિર્માણ ડિવિઝનની તકનીકી ક્ષમતા, ઉત્કૃષ્ટ સંકલન અને કાર્યકુશળતાનું પ્રતીક છે. આ કામગીરીથી મુસાફરોને સુરક્ષિત અને અવરોધ વિનાની રેલ સેવાઓનો લાભ મળશે તેમજ ભવિષ્યમાં વધુ સારૃં રેલ સંચાલન સુનિશ્ચિત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh