Advertisement
Author: નોબત સમાચાર

મદરેસાઓમાં "વંદે માતરમ્" ફરજિયાત

મોદી કેબિનેટે પણ રાષ્ટ્રગીત વંદે માતરમ્ ને રાષ્ટ્રગાનને સમકક્ષ દરજ્જો આપ્યો

                                                                                                                                                                                                      

કોલકાતા તા. ૨૧: પ.બંગાળના મદરેસાઓમાં વંદે માતરમ્ ફરજિયાત કરવાનો શુભેન્દુ સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે.

પશ્ચિમ બંગાળની સરકારે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ મદરેસાઓમાં 'વંદે માતરમ્' ગાવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ અંગે મદરેસા શિક્ષણ નિયામક દ્વારા ૧૯ મે, ૨૦૨૬ના એક સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

આ નવા આદેશમાં સ્પષ્ટપણે જણાવાયુ છે કે અગાઉના તમામ નિર્દેશો અને પ્રથાઓને તાત્કાલિક અસરથી રદ કરીને, હવેથી મદરેસાઓમાં વર્ગો (ક્લાસીસ) શરૂ થતાં પહેલા થતી દૈનિક પ્રાર્થનામાં 'વંદે માતરમ્' ગાવું અનિવાર્ય રહેશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો આ નવો નિયમ પશ્ચિમ બંગાળના તમામ પ્રકારના મદરેસાઓ પર સમાન રીતે લાગૂ થશે. જેમાં રાજ્યની તમામ સરકારી મોડલ મદરેસા (ઈંગ્લીશ મીડિયમ), માન્યતા પ્રાપ્ત સરકારી સહાયતા મેળવતી મદરેસાઓ, અપ્રૂવ્ડ એમએસકે, અપ્રૂવ્ડ એસએસકે તેમજ માન્યતા પ્રાપ્ત ગેર-સહાયિત (પ્રાઈવેટ) મદરેસાઓનો સમાવેશ થાય છે.

આ આદેશને તાત્કાલિક અસરથી અમલમાં લાવવા મો કડક સૂચના આપવામાં આવી છે. મદરેસા શિક્ષણ નિયામક તરફથી આ નિર્ણયની નલક તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ (ડી.એમ.) જિલ્લા શિક્ષણ અધિકારીઓ, પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન અને અન્ય સંબંધિત વિભાગોને મોકલી દેવામાં આવી છે. આ આદેશ સમક્ષ સત્તાધિકારીની મંજુરી બાદ જ જાહેર કરવામાં આવ્યો છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળ અને આસામની ચૂંટણીઓમાં શાનદાર જીત મેળવ્યા બાદ, નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ને રાષ્ટ્રગાન 'જન ગણ મન'ની સમક્ષક દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલાંનો મુખ્ય હેતુ 'વંદે માતરમ્' ને પણ એ જ કાનૂની સુરક્ષાના દાયરામાં લાવવાનો છે, જે અત્યારે રાષ્ટ્રગાનને મળેલી છે. આ નવો નિયમ સંપર્ણ લાગુ થઈ ગયા પછી, 'વંદે માતરમ્' ગાવા દરમ્યાન તેનું અપમાન કરવું કે તેમાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી કરવી એ એક ગંભીર અને 'કોગ્નિઝેબલ ગૂન્હો' (પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે તેવો ગૂન્હો) ગણાશે.

હાલના કાયદા અનુસાર, રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અથવા રાષ્ટ્રગાનના અપમાન સાથે જોડાયેલા મામલાઓમાં કડક સજાની જોગવાઈ છે, જેમાં જેલની સજા, દંડ અથવા બંને થઈ શકે છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત નવો સુધારો આ તમામ કડક કાનૂની જોગવાઈઓને 'વંદે માતરમ્' માટે પણ લાગૂ કરી દેશે, એટલે કે તેનું ઉલ્લંઘન કરનારે પણ સમાન કાનૂની પરિણામો ભોગવવા પડશે. વર્તમાન નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિ જાણી જોઈને રાષ્ટ્રગાન ગાતા અટકાવે છે અથવા તેમાં ખલેલ પહોંચાડે છે, તો તેને ૩ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. આ સિવાય, જે વ્યક્તિ વારંવાર આવો ગૂન્હો આચરે છે, તેને ઓછામાં ઓછી એક વર્ષની જેલની સજા ફટકારવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh