Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નામો નક્કી કરવામાં ભાજપને એક મહિનો લાગ્યો!
જામનગર તા. ર૧: જામનગર મહાનગર પાલિકાના કોર્પોરેટરો માટેની સામાન્ય ચૂંટણીના એક માસ પછી હવે મેયર-ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો માટે ચૂંટણી યોજવામાં આવનાર છે.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ગત્ માસે તા. ર૬ એપ્રિલના મતદાન થયું હતું, જેમાં જામનગરની ૬૪ માંથી ૬૦ બેઠકો ભાજપ કબજે કરી હતી. આમ ભાજપને એતિહાસિક જીત મળી હતી. ભાજપને સ્પષ્ટ જીત મળી પછી કોકડું ગુંચવાયું હતું અને હોદ્દેદારોના નામ નક્કી કરતા એક માસ જેટલો સમય લાગ્યો છે.
જો કે, ચૂંટણી પછી પક્ષના આગેવાનો દ્વારા સેન્સ લવાઈ હતી અને સંભવિત હોદેદારોને સંાભળ્યા હતાં. આ પછી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળી હતી, પરંતુ કોઈપણ કારણોસર મેયર સહિતના નામો નક્કી કરવામાં આવી શક્યા નહતાં. આખરે ગઈકાલે સાંજે મ્યુનિ. કમિશનર દિપેન કેડિયાએ સામાન્ય સભા માટેના પરિપત્ર જાહેર કર્યા હતાં.
આગામી તા. ર૬ ના બપોરે ૧ર વાગ્યે સામાન્ય સભા બોલાવાઈ છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને કમિટીના ૧ર સભ્યો માટે ચૂંટણી કરવામાં આવશે. આ પછી અડધો કલાકના અંતરે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળશે જેમાં ચેરમેનના નામની જાહેરાત થશે. આમ ચૂંટણીના એક માસ પછી નગરને મેયર સહિતના હોદ્દેદારો મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial