Advertisement
Author: નોબત સમાચાર

વિદેશથી પરત ફરતા જ વડાપ્રધાને બોલાવી મંત્રીમંડળની તાકીદની બેઠકઃ વિસ્તરણના એંધાણ

અમેરિકા-ઈરાન તંગદિલી અને હોર્મુઝની ખાડીનું સંકટ ચર્ચામાં: ખાતાઓની ફેરબદલ ?

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૧: વિદેશથી પરત ફરતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંત્રીમંડળની તાકીદની બેઠક બોલાવતા વિવિધ મુદ્દાઓ ચર્ચામાં છે અને વિવિધ અટકળો થઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસ (જી-૭, શિખર સંમેલન) પરથી પરત ફરતાની સાજે જ દિલ્હીમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરવાના છે. તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હીમાં જ હાજર રહેવાના આદેશથી દેશના રાજકીય ગલિયારાઓમાં ભારે સસ્પેન્સ સર્જાયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસ પરથી ભારત પરત ફરતાની સાથે જ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓથી લઈને તમામ જુનિયર (રાજયકક્ષા) મંત્રીઓ પણ ફરજીયાતપણે સામેલ થવાના છે.

અચાનક તમામ મંત્રીઓને આગામી દિવસોમાં દિલ્હીની બહાર ન જવા અને રાજધાનીમાં જ ટકેલા રહેવાનો આદેશ મળતા આ મિટિંગને લઈને સસ્પેન્સ અને ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે. વૈશ્વિક અને આંતરિક પરિસ્થિતિઓને જોતા આ બેઠકમાં દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પાસાઓ પર મંત્રીઓ સમક્ષ વિસ્તૃત વિગતો રાખવામાં આવશે.

આ બેઠકનો સૌથો મોટો એજન્ડા અમેરિકા-ઈરાન વચ્ચે આવી રહેલો તણાવ અને હોર્મુઝની ખાડીનું સંકટ હોય શકે છે. સરકાર સતત એ વાત પર નજર રાખી રહી છે કે આ યુદ્ધ જેવી સ્થિતિની ભારતમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતો, વૈશ્વિક સપ્લાય ચેઈન અને સ્થાનિક મોંઘવારી પર શું અસર પડશે. પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહની આગેવાનીમંં એક હાઈ-પાવર ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને હરદીપસિંહ પુરી સામેલ છે. જેઓ ર૪ કલાક સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. જો કે, રક્ષામંત્રીએ દેશને ભરોસો આપ્યો છે કે, ભારતમાં ક્રૂડ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગભરાવાની જરૂર નથી.

રાજકીય ગલિયારાઓમાં સૌથી મોટી ચર્ચા એ વાતની છે કે, આગામી તા. ૧૦ જુને મોદી સરકાર ૩.૦ ના શાસનનું એક વર્ષ પૂૃર્ણ થઈ રહ્યું છે. આ પૂર્વ જૂનના બીજા સપ્તાહમાં કેબિનેટમાં બહુ મોટો ફેરબદલ અથવા વિસ્તરણ જોવા મળી શકે છે. અનેક મંત્રીઓના વિભાગો બદલાય તેવી પ્રબળ શક્યતા છે. આથી ગુરૂવારે યોજાનારી આ હાઈ-લેવલ બેઠકને આગામી કેબિનેટ વિસ્તરણની પૂર્વ તૈયારીઓ અને મંત્રીઓના રિપોર્ટ કાર્ડની સમીક્ષા સાથે જોડીને જોવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh