Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય, આમંત્રિતો,હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયોઃ
જામનગર તા. ૨૧: જામનગરના દરેડ જીઆઈડીસી એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન જીઆઈડીસી ફેસ-૨ના કૌશલ્ય ભવનમાં કરવામાં આવ્યું હતું.
રક્તદાન કેમ્પનો આરંભ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ દીપ પ્રગટાવી કરાવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ઉપપ્રમુખ અતુલભાઈ કાછડીયા, મંત્રી જીગ્નેશભાઈ લાવટી, કારોબારી સભ્યો, હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં જામનગરના ઉદ્યોગકાર મિત્રો, કામદાર વર્ગ તથા જનતાએ સ્વૈચ્છિક રક્તદાન કરી સહયોગ આપ્યો હતો અને ૧૫૦ થી વધુ રક્તની બોટલ એકત્રિત થઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, હિરેનભાઈ બુસા, કેતુલભાઈ ચાંગાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial