Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧પ લાખનો ફટકારવામાં આવ્યો દંડઃ
જામનગર તા. ૨૧: જામનગરના દરેડમાં કામ કરતી એક પેઢીના ભાગીદાર સામે રૂ।.૩ લાખના એક એવા પાંચ ચેક પરત ફર્યાની અદાલતમાં ત્રણ ફરિયાદ કરવામાં આવી હતી. અદાલતે આરોપીને ત્રણેય કેસમાં એક-એક વર્ષની કેદ તથા રૂ।.૧પ લાખનો દંડ ભરવા હુકમ કર્યાે છે.
જામનગરના ઉદ્યોગ નગરમાં અરિહંત ઈમ્પેક્સ નામની પેઢી ચલાવતા દર્શિત કિશોરચંદ્ર પારેખ પિત્તળના ભંગારના વેપાર સાથે સંકળાયેલા છે. દરેડમાં વેલફીટ મેટલ ઈન્સ્ટ્રીઝ નામની પેઢીમાં પાર્ટનર રજનીશ ઝા દ્વારા દર્શિતભાઈ પાસેથી સ્ક્રેપ્ટનો માલ ખરીદવામા આવ્યો હતો અને તે માલની રકમની ચૂકવણી માટે રૂ।.૩ લાખનો એક એવા પાંચ ચેક આપવામાં આવ્યા હતા.
રૂ।.૧પ લાખના ઉપરોક્ત પાંચ ચેક દર્શિતભાઈએ બેંકમાં રજૂ કરતા પાંચેય ચેક પરત ફરતા દર્શિતભાઈએ નોટીસ પાઠવી હતી અને તે પછી અદાલતમાં ત્રણ ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત ત્રણેય કેસ ચાલી જતા વેલફીટ મેટલ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર રજનીશ ઝાને અદાલતે તકસીરવાન ઠરાવી એક-એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ભરપાઈ કરવા આદેશ કર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા, પ્રિતેશ ભટ્ટ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial