Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાન પોતાના જ નાગરિકોના નરસંહાર અને આતંકવાદનું પોષકઃ બીજા દેશોમાં માથુ ન મારેઃ ભારત

યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો

                                                                                                                                                                                                      

ન્યુયોર્ક તા. ૨૧: યુએનમાં ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું છે. અને કહ્યું છે કે, પાકિસ્તાન આતંકનું કારખાનું અને નરસંહારનું ગુનેગાર છે. યુ.એન.માં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે સરહદ પારની હિંસા મુદ્ે પાકિસ્તાનની નૈતિકતા પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું છે કે, જે પોતાના નાગરિકો પર બોમ્બ ફેંકે, તેને બીજા પર બોલવાઈ કોઈ હક નથી. આતંકવાદના આશ્રયદાતા પાકિસ્તાનને ભારતે અફઘાનિસ્તાનમાં થયેલા હવાઈ હુમલા અને ૧૯૭૧ના નરસંહારના પુરાવા આપી વિશ્વ મંચ પર ખુલ્લું પાડયું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનને અરીસો બતાવતા સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું કે નરસંહાર અને હિંસાનો લોહિયાળ ઈતિહાસ ધરાવતા દેશને ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. રિપોર્ટને ટાંકીને ભારતે ખુલાસો કર્યો કે ૨૦૨૬ના પ્રારંભિક મહિનાઓમાં પાકિસ્તાની સેનાના હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનમાં ૭૫૦ નિર્દોષ નાગરિકો ભોગ બન્યા છે. તમે તમારા પોતાના લોકો પર બોમ્બમારો કરો છો તેવા આકરા કટાક્ષ સાથે ભારતે પાકિસ્તાનની આતંકવાદી માનસિકતાને વૈશ્વિક સ્તરે ખુલ્લી પાડી છે.

ભારતે ૧૯૭૧ના ઓપરેશન સર્ચલાઇટનો ઉલ્લેખ કરી પાકિસ્તાનને તેના પાપ યાદ અપાવ્યા હતા, જેમાં લાખો લોકોનો નરસંહાર અને હજારો મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. યુએનમાં ભારતે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાઓ અને આર્થિક પાયમાલી પરથી ધ્યાન હટાવવા માટે સતત ભારત વિરોધી પ્રચાર અને સરહદ પાર આતંકવાદનો સહારો લઈ રહૃાું છે. ભારત દાયકાઓથી આ પ્રાયોજિત આતંકવાદનો ભોગ બન્યું છે અને હવે સમય પાકી ગયો છે કે આતંકવાદીઓને આશ્રય આપતા દેશોને આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબદાર ઠેરવવામાં આવે.

સીમાપાર આતંકવાદને પ્રાદેશિક શાંતિ માટે સૌથી મોટો ખતરો ગણાવતા ભારતે વિશ્વ સમુદાયને કડક સંદેશ આપ્યો છે કે નાગરિકો પરના હુમલા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. ભારતે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી હિંસાને કારણે ૯૪,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થયા છે, જે માનવતા વિરુદ્ધનો અપરાધ છે. આકરી ફટકાર લગાવતા ભારતે પાકિસ્તાનને પ્રોપગન્ડા છોડીને પોતાના દેશની કથળતી સ્થિતિ સુધારવા અને આતંકવાદનું ફેક્ટરી બંધ કરવા ચેતવણી આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh