Advertisement
Author: નોબત સમાચાર

સંભવતઃ આગામી પાંચ જાન્યુઆરીએ યોજાનાર જાડાની બોર્ડ મિટિંગમાં નવાજુનીના એંધાણ!

જામનગર તા. રઃ સમગ્ર હાલારમાં વિવાદ જગાડનાર ઝોન-ફેર પ્રકરણમાં અનેક વાંધા-અરજીઓ થવા ઉપરાંત કેટલાક અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જવા સુધીની હીલચાલ ચાલી રહી છે. તેવા સંજોગોમાં આગામી ગુરુવાર, તા. પાંચમી જાન્યુઆરી, ર૦ર૩ના દિને 'જાડા'ની બોર્ડ મિટિંગ મળી રહી હોવાનું જાણવા મળે છે.

જો કે, સમગ્ર ઝોન-ફેરમાં અંતિમ કાર્યવાહી કરનાર તેમજ લાલવાડી વિસ્તારની જાડાએ વેંચાણ કરેલી જમીનોના દસ્તાવેજો કરાવી આપવાની ઝડપી કાર્યવાહી કરનાર જાડાના મુખ્ય અધિકારી મ્યુનિ. કમિશનર હાલ રજા ઉપર છે. તેમનો ચાર્જ જિલ્લા કલેક્ટર પાસે હોવાથી સંભવતઃ પ-૧-ર૦રર ની બોર્ડ મિટિંગ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાશે.

આ બોર્ડ મિટિંગ અંગેની જાણ કરતો પત્ર અને મિટિંગમાં ચર્ચા માટેના એજન્ડા અંગે ભારે ગુપ્તતા જાળવવામાં આવી રહી છે. આ બેઠકમાં ક્યા ક્યા મુદ્દાઓ અંગે ચર્ચા થશે? શું આવેલ વાંધા, અરજીઓને ધ્યાને લેવાશે? શું વાંધા અરજી કરનારાઓને ચર્ચા-રજૂઆત માટે રૃબરૃ બોલાવવાનો નિર્ણય લેવાશે? જેવા અનેક પ્રશ્નો શંકા સાથે ચર્ચાઈ રહ્યા છે.

ઝોન-ફેર પ્રકરણ અંગે ખૂબ જ મોટા પાયે વિવાદ સર્જાયો છે. જામનગર શહેરના રહેણાંક વિકાસને રૃંધનારા જાડાના નિર્ણય સામે કઈ દૂરંદેશી નેતા કે ચૂંટાયેલા નેતાએ ચિંતા વ્યક્ત કરી નથી તે આ નગરની મોટી કમનસીબી બની રહે તો નવાઈ નહીં. જાડાના આ ઝોન-ફેર પ્રકરણમાં કોઈ એકલદોકલ અને નાનો ટૂકડો જમીન ધરાવનાર આસામી રહેણાંકમાંથી ઔદ્યોગિક ઝોનમાં ફેરફાર કરવાની અરજી કરે અને જાડા આ અરજીને મહત્ત્વ આપીને વિવાદો સર્જાવા છતાં એક તરફી નિર્ણય કરી લ્યે તેવી સ્થિતિમાં આગામી બોર્ડની મિટિંગ અંગે ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. તેમાંય મ્યુનિ. કમિશનર નથી, તેથી જિલ્લા કલેક્ટર (કદાચ તમામ બાબતોથી વાકેફ હોય તો પણ) ઝોન-ફેર પ્રકરણ કે જમીનોના દસ્તાવેજની કાર્યવાહીમાં જાડાની અત્યંત બેદરકારી અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાનું ટાળે તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે.

ઝોન-ફેર પ્રકરણની ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલી જાહેરાત પછી તા. ૩-૧-ર૦ર૩ સુધી વાંધા અરજીઓ રજૂ થનાર છે. આથી આવતીકાલ સુધી વધુ વાંધા અરજીઓ રજૂ થાય તેવી શક્યતા છે.

ભાજપ સરકાર દ્વારા દરેક સરકારી કામકાજ ખૂબ જ પારદર્શક રીતે થાય છે તેવી જાહેરાતો વચ્ચે જાડાએ સમગ્ર પ્રકરણ અંગે સત્તાધારીને કોઈ ખુલાસો કે કોઈ વિગતો કે સ્પષ્ટતા કરવાની દરકાર કરી નથી, જે વધુ શંકાપ્રેરક બની રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh