Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ઠેર-ઠેર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે
જામનગર તા. ૨ઃ જામનગરમાં કેટલાક વિસ્તારોમાં માર્ગો પરથી બિલાડીના ટોપની જેમ ઊભા થતા રહેતા સડક છાપ દબાણો અવારનવાર હટાવાતા હોય છે અને રેંકડીઓ તથા પરચૂરણ ચીજવસ્તુઓની જપ્તિ થતી રહેતી હોય છે, તેવી જ રીતે જામનગરની ફૂટપાથો પરથી ઠેર-ઠેર કરાતા દબાણો હટાવીને ફૂટપાથો લોકોની અવરજવર માટે ખાલી કરાવવાની જરૃર છે, તેવી જનભાવનાઓ ઊભરી રહી છે.
આમ તો જામનગરમાં આખા શહેરમાં મુખ્ય માર્ગોની બન્ને તરફથી ફૂટપાથો પર ગેરકાયદે દબાણો થઈ રહ્યાં છે, પરંતુ ખાસ કરીને દૂકાનો, રેસ્ટોરન્ટો, ચા ની હોટલો, શોપીંગ મોલ્સની આજુબાજુના વિસ્તારો તથા સોસાયટી વિસ્તારોમાં પણ ફૂટપાથો પર કાયમી ધોરણે વિવિધ પ્રકારના પથારા ફૂટપાથ પર જોવા મળી રહ્યાં છે.
દૃષ્ટાંત તરીકે હવાઈચોક, સેન્ટ્રલ બેંક, બેડીગેઈટ, તમામ મેઈન રોડની આજુબાજુ, શાળા-કોલેજ, હોસ્પિટલો તથા સરકારી, અર્ધસરકારી કચેરીઓની આજુબાજુ, એસ.ટી. ડેપોથી સાતરસ્તાનો માર્ગ અને દિગ્વિજય પ્લોટ, ખંભાળીયા ગેઈટ, ગ્રેઈન માર્કેટ, રણજીત રોડ, કે.વી. રોડ, શાકમાર્કેટ, દરબારગઢ, બર્ધનચોક, કાલાવડ ગેઈટ ઉપરાંત ચોતરફ વિસ્તરી રહેલા અન્ય વિસ્તારોમાં પણ ફૂટપાથો પર પગ મૂકવાનીએ જગ્યા રહી નથી અને ઘણાં સ્થળે તો જાણે ફૂટપાથ જ ગાયબ થઈ ગઈ હોય તેમ જણાય છે.
માંડવીટાવર પાસેનો વિસ્તાર, દરબારગઢ, સુપર માર્કેટથી ટાઉનહોલ તથા ત્રણબત્તી સુધીના વિસ્તારો, લીમડાલેન તથા નગરના મહત્ત્વપૂર્ણ આંતરિક માર્ગો તથા હરવાફરવાના સ્થળોના વિસ્તારોમાં પણ આ પ્રકારની જ સ્થિતિ છે.
જો કે, મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા, અન્ય સંબંધિત તંત્રો અને કેટલીક વખત પોલીસ ખાતું પણ આ પ્રકારના દબાણો સામે સહિયારી ઝુંબેશ ચલાવતું હોય છે, પરંતુ આ પ્રકારની ઝુંબેશો પછી ફરીથી પૂર્વવત સ્થિતિ થઈ જતી હોય છે, તે પણ 'ઓપન સિક્રેટ' છે.
જેવી રીતે પાથરણા- રેંકડીવાળા દુકાનોવાળાને નડતરરૃપ હોવાની ફરિયાદો ઉઠતી હોય છે, તેવી જ રીતે ફૂટપાથો ગાયબ થવાથી જનતા પણ પરેશાન થઈ રહી છે, અને આ બધું શાસકપક્ષ તથા વિપક્ષોની જાણમાં જ છે, તેથી આ તમામ સમસ્યાઓનું કાયમી સોલ્યુશન (ઉકેલ) આવે તે ખૂબ જ જરૃરી હોવાના પ્રત્યાઘાતો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag