Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ચતુર્ભૂજ સ્વરૃપ શ્રી મદન મોહન પ્રભુજીની ભવ્ય શોભાયાત્રા-છપ્પનભોગ મહોત્સવ

મોટી હવેલી દ્વારા આયોજીત આ મહોત્સવમાં હજારો વૈષ્ણવો, ભાવિકો, ધારાસભ્યો, મેયર સહિતના અગ્રગણ્યો તથા પ.પૂ. મહારાજશ્રી મહોદયો રહ્યા ઉપસ્થિત

અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરૃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીની કૃપાથી તેમજ નિ.લિ. પૂ.પા. ગોસ્વામી ૧૦૦૮ શ્રી વૃજભૂષણલાલજી મહારાજના પ્રેરણાત્મક આશીર્વાદથી શ્રી મોટી હવેલી જામનગરના ગાદીપતિ પુષ્ટી સિદ્ધાંત સંરક્ષણ, શિરોમણિ મહાકવિ પ.પૂ.ગૌ. ૧૦૦૮ શ્રી હરિરાયજી મહારાજના મનોરથ સ્વરૃપે ૩૬ વર્ષ પછી શ્રી મોટી હવેલીમાં બિરાજમાન શ્રી મહાપ્રભુજીના નિધિ એવં પરમ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય ચતુર્ભૂજ સ્વરૃપ શ્રી મદનમોહન પ્રભુને ૫૬ ભોગ મનોરથનું તા. ૦૧-૦૧-૨૩ના આયોજન કરવામાં આવ્યું હતું.

આ પહેલા રવિવારે સવારે શ્રી મદન મોહન પ્રભુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે પટેલ સમાજ રણજીતનગરથી પ્રારંભ થઈ હતી અને શ્રીજી હોલ પાસેના મનોરથ સ્થળે પહોંચી હતી.

આ પછી સાંજે ૬ વાગ્યે ૫૬ ભોગના દર્શન યોજાયા હતાં. આ માટેની સમગ્ર વ્યવસ્થા શ્રી છપ્પનભોગ મહોત્સવ સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ અને જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારીએ સંભાળી હતી.

છપ્પનભોગ મહોત્સવમાં નિ.લિ.પૂ.પા.ગો. શ્રી વૃજભૂષણ લાલજી મહારાજના પરિવારની ઉપસ્થિતિ રહી હતી જેમાં પ.પૂ.ગો. ૧૦૮ શ્રી વૃજરત્નલાલજી મહારાજ (નડીયાદ), શ્રી શ્યામ મનોહરજી મહારાજ (વારાણસી), શ્રી નવનીતલાલજી મહારાજ (જુનાગઢ), શ્રી બાલકૃષ્ણ લાલજી મહારાજ (જેતપુર), શ્રી મુકટરાયજી મહારાજ (ચોપાસની જોધપુર), શ્રી શરદરાયજી મહારાજ (જુનાગઢ) અને શ્રી ઉત્સવરાયજી મહારાજ (કેશોદ)નો સમાવેશ થાય છે.

આ શોભાયાત્રા અને છપ્પનભોગ મહોત્સવ દર્શન કાર્યક્રમમાં શ્રી હરિરાયજી મહારાજ અને શ્રી વલ્લભરાયજી મહારાજ ઉપરાંત જામનગરના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, પૂર્વ મેયર અમીબેન પરીખ, શહેર ભાજપ અધ્યક્ષ મેરામણભાઈ ભાટુ વગેરે પણ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh