Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી રેલવે દુર્ઘટના ટળીઃ કોઈ જાનહાનિ નથીઃ
જોધ૫ુર તા. રઃ આજે વહેલી સવારે જોધપુરથી બાન્દ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના ૧ર ડબ્બા પાટાપરથી ઉતરી ગયા હતાં, તેથી ર૦ લોકો ઘાયલ થયા હતાં. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતાં.
આજે વહેલી સવારે મોટી દુર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે જોધપુરથી બાન્દ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના ૧ર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટના પાલીના રાજકીયાવાસ પાસે બની હતી. અકસ્માતમાં લગભગ ર૦ થી વધુ લોકો ઘાયલ ગયા છે, જો કે સદ્નસીબે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી, તેવા અહેાવલો આવી રહ્યા છે.
આ અંગે નોર્થ વેસ્ટર્ન રેલવેના સીપીઆરઓએ કહ્યું કે, અકસ્માતની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જનરલ મેનેજર-ઉત્તર-પશ્ચિમ રેલવે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જયપુરમાં હેડક્વાર્ટર સ્થિત કંટ્રોલ રૃમમાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આ દુર્ઘટના પછી ચાર ટ્રેનને ડાયવર્ટ પણ કરવામાં આવી છે, જ્યારે સૂર્યનગરી એક્સપ્રેસના મુસાફરોને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી રેલ લાઈન ખાલી કરાવવામાં આવશે. તે જ સમયે બચાવ કામગીરી પૂર્ણ થયા પછી આ માર્ગને બ્લોક કરી દેવામાં આવ્યો છે. રેલવેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. જેમાં જોધપર ૦ર૯૧-ર૬પ૪૯૭૯ (૧૦૭ર), ૦ર૯૧-ર૬પ૪૯૯૩ (૧૦૭ર), ૦ર૯૧-ર૬ર૪૧રપ, ૦ર૯૧-ર૪૩૧૬૪૬ પાલી મારવાડ ૦ર૯૩-રરપ૦૩ર૪, ૦ર૯૩-રરપ૦૧૩૮, ૦ર૯૩-રરપ૧૦૭ર નો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag