Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૧ર૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રતિબંધિતઃ કડકાઈથી થશે અમલ

કેન્દ્રના જાહેરનામા મુજબ હવે નવો નિયમઃ આજથી કડક ચેકીંગ

જામનગર તા. રઃ પર્યાવરણ માટે નુક્સાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા કેન્દ્ર સરકાર દ્વારા નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને ૭પ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ હતો તે હવે ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવાયો છે. આ નવા નિયમની જામનગરમાં કડકાઈથી અમલવારી થશે.

કેન્દ્ર સરકાર દ્વારા ૭પ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર તા. ૩૧-૧ર-ર૦રર સુધી પ્રતિબંધ હતો તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે ૧ર૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવાયો છે. જેની અમલવારી ૧-૧-ર૦ર૩ થી શરૃ કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા આ નવા નિયમની આજથી કડક કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. વેપારીઓ અને લોકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી સહકાર આપવા મહાનગર પાલિકાએ અનુરોધ કર્યો છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા આજથી આ મુદ્દે કડક ચેકીંગ કામગીરી શરૃ કરવામાં આવશે, અને નિયમનો ભંગ કરનાર સામે જપ્તિ અને દંડનીય કામગીરી કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh