Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. ૨ઃ અગ્રણિય મસાલા બ્રાન્ડ વસંત મસાલા કંપનીએ ઉત્કૃષ્ટતાના પાંચ દાયકાની ઉજવણી કરતા ગાંધીનગર સ્થિત ધ લીલા હોટલમાં ૨૫ ડિસેમ્બર ૨૦૨૨ના કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં ભારતમાંથી વેન્ડર્સ અને સપ્લાયર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
શ્રી આશિષ ભંડારી (ડિરેક્ટર-પ્રોડક્શન) દ્વારા કોન્ફરન્સનું સ્વાગત સંબોધન કર્યું હતું. આમંત્રિત મહેમાનોને પ્રોડક્શન તેમજ પેકેજીંગની અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધા વિશે જાણકારી આપી અને જણાવ્યું કે અમારી ઉત્પાદન પ્રણાલી કંપનીની પંચલાઈન 'શુદ્ધતા ઐસી, મમતા જૈસી'ને અનુરૃપ મસાલાઓની શુદ્ધતાને બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. કાચા માલની ખરીદી, તૈયાર મસાલાઓની પેકીંગ અને ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતી ઉચ્ચ ગુણવત્તાની પ્રક્રિયાઓની ઉપર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે કેવી રીતે વસંત મસાલા પાંચ દાયકાથી લાખો ઘરોની પસંદ બની છે.
ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી ચંદ્રકાંત ભંડારી કે જેઓ વસંત મસાલાના પ્રેરણાસ્ત્રોત પણ છે, તેમણે જણાવ્યું કે અમે વસંત બ્રાન્ડને 'પ્રત્યેક ઘરની રસોઈનો સાથી' બનાવવા માટે તત્પર છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે આ કોન્ફરન્સ દેશભરના ભાગીદારોને મળવાનો અદ્ભુત અવસર છે કે જેઓ વસંત મસાલા પરિવારનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આ કોન્ફરન્સમાં બ્રાન્ડની ભવિષ્યની યોજનાઓ અને બિઝનેસ પ્રોજેક્શન પર વિચારો શેર કર્યા કે જે આપણા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ઈવેન્ટ દરમ્યાન વસંત મસાલાએ પોતાની બ્રાન્ડ ફિલોસોફી, સંસ્થાપકનું લક્ષ્ય, પ્રમુખ સિદ્ધિઓ તથા બ્રાન્ડની ૫૦ વર્ષની યાત્રા એક ફિલ્મ દ્વારા બતાવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag