Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા-કોલેજને ૪૧ વર્ષ પૂર્ણ થતા
જામનગર તા. ર: જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અનેકવિધ સકૂલ અને કોલેજની શિક્ષણ યાત્રાના ૪૧ મા વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે હરિયા કોલેજ કેમ્પસમાં અતિથિવિશેષ પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણિ મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું હરિયા કોલેજ કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટી આર.કે. શાહ, બી.કે. શાહ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, મ્યુનિ. સભ્ય નિલેશભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગર મહાનગર પાલિકાના નાયબ ઈજનેર અશોક જોષી, વોર્ડ નં. ૮ ના લાયઝન ઈજનેર મયુર સોલંકી અને સ્લમ શાખાના ઉમેશ જોષી દ્વારા ઉપસ્થિત નગર શ્રેષ્ઠિઓને ઈઝ ઓફ લીવીંગ ઈન્ડેક્ષ-ર૦રર અંતર્ગત સિટીઝન પરસેપ્શન સર્વેમાં ભાગ લેવા માટે કલરફૂલ પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્ઘોષક દ્વારા અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ થી વધુ લોકોએ ફીડબેક આપેલ તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં થોડો સમય ફાળવી ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતેશભાઈ શાહ અને તેમની ટીમે જામનગર મહાનગર પાલિકાને તેમજ જામનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે સહયોગ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag