Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અલવીદા ર૦રર, વેલકમ-ર૦ર૩... ડિસેમ્બરની અંતિમ રાત્રે ઝાકઝમાળ અને ગીત સંગીત સાથે જામી મહેફીલો
વર્ષ ર૦રરને અલવીદા કરી નવા વર્ષ ર૦ર૩ને વધાવવા જામનગરની ઉત્સવ પ્રેમી જનતાએ થર્ટી ફર્સ્ટની નાઈટને મનભરીને માણી હતી. થર્ટી ફર્સ્ટની નાઈટના રંગારંગ કાર્યક્રમ, ડીજે સાથેના ભવ્ય સ્ટેજ શો, ડાન્સીંગ પાર્ટી, લાઈટીંગ-મ્યુઝીક સીસ્ટમ સાથે જામનગરની હોટલો તેમજ શહેર આસપાસ આવેલા રીસોર્ટ, હોટલોમાં ખૂબ જ ભવ્યતા સાથે યોજાયા હતાં. જેમાં નગરજનો ખાસ કરીને યુવક-યુવતીઓ કડકડતી ઠંડીમાં પણ સજીધજીને તૈયાર થઈને મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. ડાન્સ તથા ખાણીપીણીની મોજ માણી થર્ટી ફર્સ્ટ નાઈટને ઉજવી હતી. રાત્રે ૧રના ટકોરે સૌએ હેપ્પી ન્યૂ યર કરીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. રીલાયન્સ અને ન્યારા કંપની દ્વારા પણ પ્રોફેશ્નલ પાર્ટીના સંગાથે કંપનીના સ્ટાફ માટે થર્ટી ફર્સ્ટ નાઈટ સેલીબ્રેશનનું અતી ભવ્ય આયોજન કરાયું હતું. જો કે શહેરમાં બે-ત્રણ સ્થળે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ કરી નવા વર્ષના આગમનને આવકાર આપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag