Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ઉપરાંત સિક્કા, લાલપુર, ધ્રોલમાં પોલીસે રાતભર કર્યું ચેકીંગઃ
જામનગર તા.૨: જામનગર શહેર તેમજ સિક્કા, લાલપુર અને ધ્રોલમાંથી ૩૧ ડિસેમ્બરની રાત્રે પોલીસે ગોઠવેલા ચેકીંગમાં કુલ ૨૪ શખ્સ નશાની હાલતમાં ઝૂમતા ઝડપાઈ ગયા હતા.
જામનગરમાં ૩૧ ડિસેમ્બરની રાત્રે પોલીસે શહેરમાં હરવા ફરવાના સ્થળો તેમજ હોટલ, રેસ્ટોરન્ટ ઉપરાંત ધોરીમાર્ગાે પર આવેલી હોટલો, ખાનગી ફાર્મહાઉસ વગેરે સ્થળોએ શરાબની મહેફિલ ન યોજાય તે માટે ચાંપતી નજર ગોઠવી હતી.
શહેર સાથે જોડાયેલા રાજકોટ ધોરીમાર્ગ ઉપરાંત ઠેબા ચોકડીવાળો માર્ગ, લાલપુર બાયપાસ રોડ, સમર્પણ સર્કલ સહિતના રોડ પર પણ પોલીસ કાફલો ચુસ્ત બંદોબસ્તમાં રહ્યો હતો. તે ઉપરાંત શહેરના તળાવની પાળ, બેડી ગેઈટ, સુભાષ બ્રિજ, સાતરસ્તા, દિગ્વિજય પ્લોટ, પવનચક્કી, દરબારગઢ, સુભાષ શાક માર્કેટ વગેરે વિસ્તારમાં પણ પોલીસે નશાની હાલતમાં રખડતા શખ્સોને પકડી પાડવા ઘનિષ્ઠ ચેકીંગ કર્યું હતું.
તેમાં શહેરના ગોકુલનગર પાસે આવેલા સાંઢીયા પુલ નજીકથી રામપ્રકાશ શિવનાથ પાસવાન, કૌશિકસીંગ ઉમેદસીંગ ચૌહાણ, દીપક રઘુભાઈ ચૌહાણ, સાધના કોલોની પાસેથી વિકાસ તુલસીભાઈ પરમાર નામના શખ્સ બાઈક સાથે અને જનતા ફાટક સર્કલ પાસેથી ઈમ્તિયાઝ ઈમરાન ખફી નામનો શખ્સ રીક્ષા સાથે નશાની હાલતમાં મળી આવ્યો હતો.
દિગ્વિજય પ્લોટ-૪૫માંથી ધર્મેશ કમલભાઈ વાઘેલા, શેરી નં.૪૯માંથી પ્રવીણસિંહ ભીખુભા કેર, મંગા તેજાભાઈ પરમાર, જયેશ શામજીભાઈ વાળા, ૫૪ નંબરમાંથી જીતેન્દ્ર ચમનભાઈ ખારવા, નાનકપુરીના ઢાળીયા પાસેથી સુનિલ વિનુભાઈ ચારોલીયા, હર્ષદમીલની ચાલી પાસેથી મયુર અરવિંદભાઈ સોલંકી, ૫૪ નંબરમાંથી વિજય પ્રભુભાઈ નંદા, સેન્ટ્રલ બેંક પાસેથી રાજેશ વલ્લભભાઈ ધંધુકીયા, ધુંવાવ નાકા નજીક કોળીવાસમાંથી હિતેશ કરશનભાઈ ભટ્ટી ઉર્ફે એલ.ડી., સમર્પણ ચેકપોસ્ટ પાસેથી હીરેન પરસોત્તમ મથર ઉર્ફે પપ્પુ મારાજ, સાગર નરેન્દ્રભાઈ વ્યાસ, સુભાષબ્રિજ નજીકથી સાગર અશોકભાઈ પરમાર નશાની હાલતમાં રખડતા મળી આવ્યા હતા.
તે ઉપરાંત સિક્કામાંથી રઝાક અબ્બાસ પાલાણી, નાની ખાવડી પાસેથી બાબુલાલ શિવમંગલ રાય, ચંદ્રશેખર તુલસીમુર્તિ ઐયર, નાની ખાવડીમાંથી સુખદેવસિંહ રવુભા જાડેજા, ધ્રોલમાંથી રાજુ નાથાભાઈ રાઠોડ, વિજય નાથાભાઈ રાઠોડ, દીપક નાથાભાઈ રાઠોડ, લાલપુર માંથી વિજયસિંહ નટુભા રાઠોડ નામના વ્યક્તિઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag