Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝડપાયેલી ટ્રકના ચાલક સામે પોલીસમાં ફરિયાદની તજવીજઃ
ખંભાળિયા તા.૨: ભાણવડ પાસેથી એક ટ્રકમાં કતલખાને લઈ જવાતી બાર ભેંસને પશુપ્રેમીઓએ મુક્ત કરાવી હતી. ટ્રકચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એક ટ્રકમાં બાર ભેંસને કતલખાને લઈ જવાતી હોવાની જાણ પશુપ્રેમીઓને થયા પછી કેટલાક વ્યક્તિઓએ વોચ ગોઠવી હતી.
તે દરમિયાન પસાર થતાં એક ટ્રકને અટકાવવામાં આવ્યો હતો. તે ટ્રકની તલાશી લેવાતા તેમાંથી અત્યંત ક્રુર રીતે બાંધીને લઈ જવાતી બાર ભેંસ મળી આવી હતી. ટ્રકના ચાલકે ભેંસ પર તાલપતરી પણ ઢાંકી દીધી હતી. તમામ ભેંસને મુક્ત કરાવી ગૌશાળામાં મોકલી દેવામાં આવી હતી. બનાવની પોલીસને જાણ કરાતા ટ્રકના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag