Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૃ પકડવા પડાયેલા નવ દરોડામાં ૧૭૨ ચપલા, ૪૮ બોટલ મળી આવીઃ
જામનગર તા.૨: જામનગરના મારવાડીવાસમાં એક શખ્સના મકાનમાંથી એલસીબીએ અંગ્રેજી શરાબના ૧૬૫ ચપલા પકડી પાડ્યા છે. જ્યારે શનિ-રવિના દિવસોમાં કુલ નવ દરોડામાં નવ શખ્સ શરાબની અડતાલીસ મોટી બોટલ અને ૧૭૨ નાની બોટલ સાથે ઝડપાયા હતા. એકનું નામ ખૂલ્યું છે અને એક નાસી ગયો છે. કુલ રૃપિયા એકાદ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નંદનવન સોસાયટી વિસ્તાર પાસે એક મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના ફિરોઝ ખફી, શિવભદ્રસિંહ તથા હરદીપ ધાધલને મળતા પીઆઇ જે.વી. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઇ એસ.પી. ગોહિલના વડપણ હેઠળ એલસીબીના કાફલાએ શનિવારે નંદનવન સોસાયટી પાસે આવેલા મારવાડીવાસમાં દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા વિજય દેવાભાઈ સોલંકી નામના મારવાડી શખ્સના મકાનની તલાશી લેવામાં આવતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૧૬૫ ચપલા મળી આવ્યા હતા. આ ચપલા સાથે વિજય દેવાભાઈ તથા જાલાભાઇ માલાભાઈ ભાટી નામના બે શખ્સની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સોએ દારૃની હેરાફેરીમાં વાપરેલું જીજે-૧૦-સીએસ ૬૮૬૨ નંબરનું મોપેડ તથા મોબાઈલ મળી કુલ રૃા.૫૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જોડીયા તાલુકાના રસનાળ ગામમાંં રહેતા અવિરાજસિંહ કિશોરસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી શનિવારે રાત્રે જોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે તે ખેતરમાં દરોડો પાડતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૩ બોટલ મળી આવી હતી. દરોડા પહેલા ખેતરનો માલિક અવિરાજસિંહ નાસી જવામાં સફળ થયો હતો.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ગામ પાસેની પંથી હોટલ નજીક થી શનિવારે સાંજે જામનગરના યાદવનગરમાં રહેતો મોહિત કિશોરભાઈ આંબલીયા નામનો શખ્સ શરાબની નવ બોટલ સાથે પકડાઈ ગયો હતો.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેસ-ટુ પાસે આવેલા એપલ ગેઈટ નજીકથી શનિવારે રાત્રે પસાર થતાં સાધના કોલોની પાછળના જડેશ્વર પાર્કમાં રહેતા વિકી માધુભાઈ મોટવાણી નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફે રોકાવી તેની તલાશી લીધી હતી. આ શખ્સના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની એક મોટી બોટલ તથા સાત ચપલા મળી આવ્યા હતા. પોલીસે શરાબના જથ્થો કબજે કરી આ શખ્સનું રૃા.૧૦ હજારનું મોપેડ કબજે લીધું છે.
જામનગરના લાલપુર બાયપાસ નજીકના દરેડ પાસેથી શનિવારે રાત્રે પસાર થતા મોટી ભલસાણ ગામના કરણ જીવરાજભાઈ ધૈયડા તથા દડીયા ગામના સંજય કિશોરભાઈ પરમાર નામના બે શખ્સના બાઈકને પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફે રોકાવી ચેક કરતા આ શખ્સોના કબજામાંથી અંગ્રેજી શરાબની એક બોટલ મળી આવી હતી.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકના સોયલ ગામની સીમમાંથી શનિવારે સાંજે પસાર થતાં મોટી લાખાણી ગામના હરપાલસિંહ દાનુભા જાડેજા નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાશી લેતાં શખ્સના કબજા માંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા આ શખ્સનો મોબાઇલ ઝબ્બે લઈ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના નાગેશ્વર રોડ પર સ્મશાન પાસે આવેલ કિશન મનસુખભાઈ મકવાણા નામના શખ્સના મકાનમાં ગઈકાલે બપોરે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતાં ત્યાંથી વેચાણ માટે રાખવામાં આવેલી શરાબની બાર બોટલ મળી આવી હતી. આ શખ્સે તે બોટલ ભોઈ વાડામાં રહેતા વિમલ સિંધીએ આપ્યાની કબૂલાત કરી છે.
જામનગરના રામેશ્વરનગર નજીકની પટેલવાડીમાં રહેતા મહેશ કરશનભાઈ ચેતરીયા નામના શખ્સને પોલીસે શરાબની એક બોટલ સાથે પકડી લીધો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા ગામમાં તલાવડી વિસ્તારમાં રહેતા આશાબેન ચંદુદાન મારૃ નામના મહિલાના મકાનમાંથી પોલીસે શરાબની આઠ બોટલ કબજે કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag