Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'મેળવવા બાળક પારણે પધારો અમારા આંગણે' કેમ્પમાં ૧૦૦ દરદીઓએ લીધો લાભ
જામનગર તા. ૨ઃ જામનગરની સિદ્ધિ વિનાયક હોસ્પિટલ અને ડો. ગાયત્રી સુરેશ ઠાકર (એમ.ડી. ગાયનેક) દ્વારા નિઃસંતાન દંપતીઓ માટે "મેળવવા બાળક પારણે પધારો અમારા આંગણે" નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૦૦ થી વધુ દરદીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં નિઃસંતાન દંપતી કે જેમને ત્રણ કે તેથી વધુ વર્ષનું લગ્ન જીવન હોય કે ત્રણથી વધુ નિષ્ફળ સારવાર કરેલ હોય, ફરીથી બીજું બાળક રહેવામાં મુશ્કેલી હોય, વારંવાર એબોર્શન, ફોલોપિયન ટ્યુબ બંધ હોવી, પોલિસીસ્ટિક ઓવેરિયન ડીસીઝ, બીજ ન બનવા, અન્ય કારણોસર કે અગમ્ય કારણોસરનું વંધ્યત્વ હોય તેવા કેસ આવ્યા હતાં.
ગર્ભાશયના મુખના રોગોના નિદાન માટે કોલ્સોસ્કોપી નામના સાધન દ્વારા સચોટ નિદાન, પુરૃષો માટે શુક્રાણુંની કમી તેમજ અન્ય કારણો માટે નિદાન કરવામાં આવ્યું હતું.
જોખમી પ્રસુતિ જેમાં લોહીનું ઉચું દબાણ, પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીસ, થાયરોઈડ, પહેલી પ્રસુતિ સિઝેરિયન દ્વારા, પહેલી જ પ્રેગ્નન્સીમાં જોડકા બાળકો, એનીમિયા, કસુવાવડ, વંધ્યત્વ પછીનું બાળક નબળું બાળક, ઓછુ પાણી હોવું, મેલી ન બની હોય વિગેરેનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નોંધણી કરાવનાર દર્દીઓને સોનગ્રાફી, લેપ્રોસ્કોપી સારવાર તેમજ ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારમાં રાહત આપવામાં આવશે. વધુ વિગતો માટે ફોન નં. ૦ર૮૮-રપપર૧૧૭, રપ૧૦૦૭૭, મો. ૯૪ર૭૯ ૪૪૦૬૩ ઉપર સંપર્ક કરવામાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag