Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે કુખ્યાત શખ્સ સામે નોંધાયો ગેંગ કેસ અંગેનો ગુન્હો

ત્રણ વર્ષમાં ચોરીના નોંધાયા હતા આઠ ગુન્હાઃ

જામનગર તા.૨: જામનગરના બે શખ્સો સામે વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૧ દરમિયાન જામનગર તેમજ ભાણવડ અને પોરબંદરના રાણાવાવમાં ઘરફોડ ચોરી તેમજ સાદી ચોરીના જુદા જુદા આઠ ગુન્હા નોંધાયા હતા. આ બંને શખ્સો સામે એલસીબીના ફોજદારે ખુદ ફરિયાદી બની ગેંગ કેસ નોંધાવ્યો છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી અલસફા સોસાયટીમાં રહેતા સીદીક સલીમ રાજકોટીયા ઉર્ફે ઘેટાં તથા કાલાવડ નાકા બહાર આવેલી નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા સફિક અઝીઝ ઓસમાણ લખાણા ઉર્ફે દંતા નામના બે શખ્સો સામે અગાઉ જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ઘરફોડ ચોરીના કેટલાક ગુન્હાઓ નોંધાયેલા છે.

આ ગુનાઓ અંગે સ્થાનિક ગુન્હાશોધક શાખાના પીઆઈ જે.વી. ચૌધરીએ રાજ્ય સરકારની ઈ-ગુજકોપ નામની સાઈટ પર સર્ચ કરતા આ શખ્સો સામે જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧માં ચોરીના ત્રણ ગુન્હા નોંધાયેલા હોવાનું અને વર્ષ ૨૦૨૦માં સીટી-સી ડિવિઝનમાં એક તથા વર્ષ ૨૦૧૯માં સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો એક ગુન્હો નોંધાયેલો હોવાનું ખુલ્યું હતું.

તે ઉપરાંત વર્ષ ૨૦૧૮માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં આ બંને શખ્સો સામે ચોરીના બે ગુન્હા તથા વર્ષ ૨૦૧૮માં જ પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ મથકમાં ચોરીનો એક ગુન્હો નોંધાયેલો હોવાનું જણાઈ આવ્યું હતું. આ શખ્સો સામે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગેંગ કેસ નોંધાવવા તજવીજ કરવામાં આવી હતી. તે અંતર્ગત શનિવારે એલસીબીના પીએસઆઇ એસ.પી. ગોહિલે ખુદ ફરિયાદી બની બંને શખ્સોે સામે ગેંગ કેસ નોંધાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh