Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના વહાણે મધદરિયે લીધી સમાધી તમામ બાર ખલાસીને કોસ્ટગાર્ડે ઉગાર્યા

મુંદ્રાથી ૮૦૦ ટન ખાંડ ભરીને થયંુ હતું રવાનાઃ

સલાયા તા.૨: સલાયામાં એક વહાણ ગઈ તા.૨૭ના દિને મુદ્રા બંદરથી આઠસો ટન ખાંડ ભરી ડીજુબુટી બંદરે જવા રવાના થયા પછી મધદરિયે ડૂબી ગયું છે. આ વહાણના તમામ બાર ખલાસીને કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા.

સલાયાનું નિગાહ-એ-કરમ નામનું માલવાહક વહાણ કચ્છના મુંદ્રા બંદર પરથી ગઈ તા.૨૭ના દિને ૮૦૦ ટન ખાંડ ભરીને ડીજુબુટી બંદર પર જવા રવાના થયું હતું. બીડીઆઈ-૧૩૯૮ નંબરનું રજીસ્ટ્રેશન ધરાવતા આ વહાણમાં બાર ખલાસીઓ હતા.

ઉપરોક્ત વહાણ અરેબીયન સમુદ્રમાં જ્યારે ભારતીય જળ સીમામાં હતું ત્યારે અચાનક જ વાતાવરણ બગડતા તે વહાણ ડૂબવા લાગ્યું હતું. તેમાં રહેલા ખલાસીઓએ મદદ માટે ટહેલ નાખતા સલાયાના ઈન્ડિયન સેલીંગ વેસલ્સ એસોસિએશન ના સેક્રેટરી આદમભાઈ ભાયાએ ઈન્ડિયન કોસ્ટગાર્ડને ઈ-મેઈલ મારફત આ વહાણ ડૂબી રહ્યું હોવાની જાણ કરી હતી. તેના પગલે કોસ્ટગાર્ડ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તે વહાણ નજીક પહોંચેલી કોસ્ટગાર્ડ મોટર ટેન્કર સી રેન્જર દ્વારા દરિયામાં ડૂબકા ખાઈ રહેલા તમામ ખલાસીઓને મુંબઈ તથા વાડીનાર કોસ્ટગાર્ડના સહયોગથી બચાવી લીધા હતા. તે તમામને વાડીનાર બંદર પર લાવવામાં આવ્યા હતા જ્યાં વહાણના માલિક સુલ્તાન ઈસ્માઈલ સુંભણીયા પણ આવી ગયા હતા. ૮૦૦ ટન ખાંડવાળું આ વહાણ દરિયામાં ગરકાવ થઈ ગયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh