Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના સોનારડી ગામમાં યુવાનની થયેલી હત્યાનો આરોપી પોલીસની ગિરફતમાં

હત્યાને સામાન્ય મૃત્યુમાં ખપાવવાનો કર્યાે'તો પ્રયાસઃ

જામનગર તા.૨: ખંભાળિયાના સોનારડી ગામમાં ગઈ તા.૨૦ના દિને એક યુવાનની ધોકો ફટકારી હત્યા કર્યા પછી હત્યાના આ બનાવને સામાન્ય મૃત્યુમાં ખપાવવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. આ ગુન્હામાં સંડોવાયેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે.

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામમાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટર રવિરાજસિંહ ભૂપતસિંહ જાડેજાએ પીજીવીસીએલનું  કામ રાખ્યા પછી તેના માટે કેટલાક મજૂરોને બોલાવ્યા હતા. ગઈ તા.૨૦ની રાત્રે ત્યાં રહેતા એક મજૂર વિક્રમ હીરાભાઈ રાઠોડ ઉર્ફે પૃથ્વીસિંહ ઉર્ફે ભુટીયા નામના મૂળ મહિસાગર જિલ્લાના યુવાનનું પડી જવાથી મૃત્યુ નીપજ્યાનું તેની સાથે રહેતા રમેશ ઠાકોર નામના શખ્સે પોલીસમાં જાહેર કર્યું હતું.

ત્યારપછી આ યુવાનની હત્યા નિપજાવવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. તે દરમિયાન મૃતકના પિતા હીરાભાઈ રાઠોડે પોતાના પુત્રની હત્યા કરવામાં આવી હોવાની વાત તેની અંતિમવિધિ વખતે તેના ગામમાં આવેલા અને અગાઉ મૃતક સાથે સોનારડી ગામમાં કામ કરતા વ્યક્તિએ કરી હોવાની રજૂઆત પોલીસ સમક્ષ કરતા પોલીસે તે દિશામાં તપાસ કરી હતી.

તે દરમિયાન મૂળ મહિસાગર જિલ્લાના રમેશ ગોરાભાઇ ઠાકોર સાથે બનાવના દિવસે મૃતક વિક્રમભાઈને જમવા બાબતે ઝઘડો થયા પછી ઉશ્કેરાયેલા રમેશભાઈ ઉર્ફે રમલાએ બાજુમાં પડેલો ધોકો ઉપાડી વિક્રમભાઈના માથામાં ઝીંક્યા પછી ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું ખૂલ્યું છે. પોલીસે હત્યા અંગેનો ગુન્હો નોંધી આરોપી રમેશ ગોરાભાઈ ઠાકોરની શોધખોળ શરૃ કરી હતી. તે દરમિયાન ખંભાળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે પીએસઆઇ વીબી પીઠીયાના વડપણ અને પીઆઇ ડી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ  આરોપી રમેશ ઉર્ફે રમલો ગોરાભાઈ ઠાકોર મળી આવ્યો છે. પોલીસે તેની વિધિવત ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh