Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોટબંધીની સત્તા સરકારને હોવાનું ચાર જજોએ કર્યું સમર્થનઃ એક જજે દર્શાવી અસહમતિઃ બંધારણીય બેન્ચના અધ્યક્ષ બે દિ'માં થાય છે નિવૃત્ત
નવી દિલ્હી તા. રઃ નોટબંધીના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રિમ કોર્ટે મહોર મારી છે, અને તમામ પ૮ અરજીઓ ફગાવી દેવાઈ છે. પાંચ સભ્યોની સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચે આ નિર્ણય આજે જાહેર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, આઠ નવેમ્બર ર૦૧૬ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી ફરમાવી હતી.
સુપ્રિમ કોર્ટે ૧૦૦૦ અને પ૦૦ રૃપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર ર૦૧૬ ના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવીને નોટબંધીને યોગ્ય જાહેર કરી છે. સરકારના આ પગલાંથી રાતોરાત ૧૦ લાખ કરોડ રૃપિયા સર્ક્યુલેશનમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતાં. જેની વિરૃદ્ધમાં થયેલી અરજીઓ પર લાંબી સુનાવણી પછી આજે જસ્ટિસ એસ.એ. નઝીરની આગેવાની હેઠળની પંચ જજની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચૂકાદો આપ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે, નોટબંધીની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ નથી.
બેન્ચે એમ પણ કહ્યું હતું કે, આર્થિક નિર્ણયને પાછો ન લઈ શકાય. ર૦૧૬ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦૦૦ અને પ૦૦ રૃપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણય સામે પ૮ જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને પૂછ્યું હતું કે ક્યા કાયદા હેઠળ ૧૦૦૦ અને પ૦૦ રૃપિયાની નોટો બંધ કરવામાં આવી છે.
કોર્ટે આ મામલે સરકાર અને આરબીઆઈ પાસેથી જવાબ મગાવ્યો હતો. કેન્દ્ર સરકારે ગયા વર્ષે ૯ નવેમ્બરે દાખલ કરેલા એફિડેવિટમાં કહ્યું હતું કે, પ૦૦ અને ૧૦૦૦ ની નોટોની સંખ્યામાં ઘણો વધારો થયો છે, તેથી જ ફેબ્રુઆરીથી નવેમ્બર સુધી આરબીઆઈ સાથે ચર્ચા કર્યા પછી ૮ નવેમ્બરે આ નોટોને ડિમોનેટાઈઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ કેસની સુનાવણી કરી રહેલી પાંચ જજની બેન્ચમાં જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર, બીઆર ગવઈ, એએસ બોપન્ના, વીર માસુબ્રહ્મણ્યમ્ અને જસ્ટિસ બીવી નાગરત્નનો સમાવેશ થાય છે. બંધારણીય બેન્ચનું નેતૃત્વ કરી રહેલા જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર ચૂકાદો જાહેર થયાના બે દિવસ પછી ૪ જાન્યુઆરી, ર૦ર૩ ના નિવૃત્ત થશે, તેવા અહેવાલો પણ વહેતા થયા છે.
એ પણ ઉલ્લેખનિય છે કે, પાંચમાંથી ૪ જજે કેન્દ્રને સત્તા છે એવું કહ્યું. એક જજે કહ્યું, ના, કેન્દ્રની સત્તા નથી. આજે નોટબંધી પર સવારથી સુનાવણી થઈ હતી અને કેન્દ્ર સરકારે સુપ્રિમમાં પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે, આરબીઆઈની ગાઈડલાઈન્સ મુજબ નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોટબંધી પર પ૮ જેટલી અરજી થઈ હતી જે અમાન્ય ઠેરવાઈ છે, તો આજે આવેલા ચૂકાદામાં પાંચમાંથી ચાર જજે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર નોટબંધી કરી શકે, તેમને સત્તા છે. તો એક જજે કહ્યું, નોટબંધી કરવાની સત્તા કેન્દ્રને નથી, તે પ્રકારના અહેવાલો પણ બહાર આવ્યા છે.
આ કેસમાં અરજદારોએ દલીલ કરી હતી કે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમની કલમ ર૬(ર) સરકારને ચોક્કસ મૂલ્યની ચલણી નોટોને સંપૂર્ણપણે રદ્ કરવા માટે અધિકૃત કરતી નથી. કલમ ર૬(ર) કેન્દ્રની ચોક્કસ શ્રેણીની ચલણી નોટો રદ્ કરવાની સત્તા આપે છે અને સમગ્ર ચલણી નોટોને નહીં.
સુપ્રિમ કોર્ટમાં સરકારે નોટબંધીના નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતં કે, તે નકલી કરન્સી, આતંકવાદી ભંડોળ, કાળું નાણું અને કરચોરી જેવી સમસ્યાઓનો સામનો કરવાની યોજનાનો ભાગ અને અરસકારક માર્ગ છે. આર્થિક નીતિઓમાં ફેરફાર સંબંધિત શ્રેણીમાં આ સૌથી મોટું પગલું હતું. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે, નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ પર જ લેવામાં આવ્યો હતો.
કેન્દ્રએ તેના જવાબમાં એમ પણ કહ્યું હતું કે, નોટબંધીથી નકલી નોટોમાં ઘટાડો, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો, બિનહિસાબી આવકની તપાસ જેવા ઘણાં ફાયદા થયા છે. કેન્દ્ર સરકારે આ પ્રકારના અન્ય ફાયદાઓના આંકડાઓ પણ રજૂ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag