Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા કલેક્ટર કચેરીમાં
ખંભાળીયા તા. રઃ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખંભાળીયામાં વિકાસલક્ષી કામોની સમીક્ષા કરવાની સાથે ગેટ ટુ ગેધર શુભેચ્છા બેઠક કરી હતી. આ બેઠકમાં મુળુભાઇ બેરાએ કર્મયોગીઓને જનસેવાના કામો કરવા માર્ગદર્શન આપી વિકાસના કામો માટે તમામ પ્રકારનો સહયોગ મળશે તેમ જણાવી કર્મચારીઓ અધિકારીઓ સાથે ખુલ્લા મને જિલ્લાના વિકાસની રૃપરેખા રજુ કરી રાજય સરકાર આગામી ૧૦૦ દિવસમાં જનસેવાના નિર્ધારિત પ્રકલ્પો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં પુર્ણ કરવા કટીબધ્ધ છે તેમ પણ જણાવ્યું હતું. મંત્રી મુળુભાઇ બેરાએ જિલ્લાના દરેક વિભાગ/કચેરીઓમાં હાલ ચાલી રહેલ કામગીરીની વિગતો જાણી સરકારના નિર્ધારિત લક્ષ્યાંકો અને સંકલ્પોનું માર્ગદર્શન આપી છેવાડાના લોકોને વધુ ને વધુ લોકસુવિધા કઇ રીતે મળી શકે તે માટે સંવેદના પુર્વક ચર્ચા કરી હતી. મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે સાચા કામમાં ખોટો વિલંબ કરવો નથી. અરજદારોને વધુને વધુ સુવિધા મળે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇ-ગવર્નન્સ, ગુડ ગવર્નન્સનો લાભ મળે તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા દ્વારકા નગરી અને સમગ્ર દ્વારકા બેટ દ્વારકા કોરીડોરની કામગીરી હાથ ધરાનાર છે તેમજ શિવરાજપુર બિચનો પણ વિકાસ થઇ રહયો છે આ ઉપરાંત દ્વારકા તીર્થસ્થળે થઇ રહેલા પ્રવાસનલક્ષી કામો અને આગામી આય ોજનોની રૂપરેખા મંત્રીશ્રીએ આપી જણાવ્યું હતું કે જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વેગ મળશે.
આ મીટીંગમાં કલેકટર એમ.એ. પંડયાએ મંત્રીની સાથે અગાઉ કરેલા લોકસેવા અને સરકારની યોજનાકિય કામગીરીની અમલવારી બાબતે પ્રજાલક્ષી અભિગમના સંસ્મરણો રજુ કરી રાજય સરકાર વિવિધ વિકાસલક્ષી કામો માટે કટીબધ્ધ છે અને તે અંગે મંત્રી મુળુભાઇ બેરાનું સતત આ જિલ્લાને માર્ગદર્શન મળતું રહેશે અને લોકસુવિધાઓમાં વધારો થશે તે અંગે ખુશી વ્યક્ત કરી જિલ્લાની ટીમ જનસુવિધા માટે તેમજ યોજનાઓનો લાભ આપવા માટે કાર્યરત છે તે અંગે કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડે તેમજ જિલ્લા વિકાસ અધિકારી ધાનાણી સહિતના જિલ્લાના અધિકારીઓએ પણ સબંધિત વિભાગ કચેરીની કામગીરી અને નવા હાથ ધરવામાં આવી રહેલા કામો અંગેની માહિતી આપી હતી. આ મિટિંગમાં પંચાયત, રેવન્યુ, આરોગ્ય, સિંચાઇ, માર્ગમકાન વિભાગ, પાણી પુરવઠા, વાસ્મો સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag