Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે રાજૌરી બંધનું એલાનઃ
શ્રીનગર તા. રઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ હેઠળ ૪ હિન્દુઓની હત્યા કરાઈ છે. નવા વર્ષના પ્રથમ દિવસે ત્રાસવાદીઓએ લોહીની હોળી ખેલી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓએ પહેલા ઓળખપત્ર માંગ્યું અને હિન્દુ નામ જોયું પછી ગોળીબાર કરીને ત્રાસવાદીઓ ફરાર થઈ જતા સર્ચ ઓપરેશન શરૃ કરાયું છે. રાજૌરીમાં આજે બંધનું એલાન અપાયું છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મોટો આતંકી હુમલો થયો છે. હિન્દુ પરિવારો આતંકવાદી હુમલાનું નિશાન બની ગયા છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ આતંકી હુમલામાં એક બાળક, એક મહિલા અને એક પુરુષનું મોત થયું હતું. પ્રારંભિક માહિતીમાં ૭ લોકો ઘાયલ થયાના અહેવાલો સામે આવી રહ્યા છે, પરંતુ પછી તે વધીને ૧૦ થઈ ગયા છે. આ આતંકી હુમલા પછી આતંકીઓ ફરાર થઈ ગયા હતાં. આ આતંકવાદી હુમલાની માહિતી મળતાની સાથે જ સેના અને કાશ્મીર પોલીસે સમગ્ર વિસ્તારને બેરિકેડ કરી દીધી છે અને હુમલાખોરોની શોધ કરવામાં આવી રહી છે. થોડા સમય પછી ઘાયલોમાં અન્ય એક વ્યક્તિએ દમ તોડી દીધો છે, જેના પછી મૃત્યુઆંક વધીને ૪ થઈ ગયો છે.
આ અતંકી હુમલો રાજૌરીના ડાંગરીમાં થયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલામાં નિશાન બનાવવામાં આવેલા તમામ લોકો હિન્દુ છે. મળતી માહિતી મુજબ બે સશષા આતંકવાદીઓએ અચાનક ફાયરીંગ શરૃ કરી દીધું હતું. તેઓ સશષા હતાં. તેઓએ એકે-૪૭ જેવા હથિયારોથી અંધાધૂંધ ગોળીબાર કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag