Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરાઈઃ
ખંભાળિયા તા.૧૮ ઃ કલ્યાણપુરના ભોગાતમાં બે દિવસ ચાલેલી દબાણ હટાવ કામગીરીમાં ૧૩૨ દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. દબાણકર્તાઓને તંત્રએ નોટીસ પાઠવ્યા પછી અને કામગીરી શરૃ થાય તે પહેલા કેટલાક આસામીઓએ પોતાના બાંધકામો જાતે તોડી નાખ્યા હતા. ૬૬ હજાર ફૂટ જગ્યા ખૂલી થવા પામી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં ઉભા થઈ ગયેલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવા દ્વારકાના વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા જિલ્લા કલેકટર મુકેશ પંડ્યા, જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની આગેવાની હેઠળ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે દિવસમાં ૧૩૨ દબાણો દૂર કરાયા હતા.
ભોગાતમાં આવેલા એક્સો રહેણાંક મકાન, ત્રીસ કોમર્શિયલ તથા બે ધર્મસ્થળોના દબાણો હટાવી નખાયા હતા. અંદાજે રૃા.૨૬ લાખની કિંમતની ૬૬ હજાર ફૂટ જગ્યા તંત્રવાહકોએ ખાલી કરાવી નાખી છે.
ગઈકાલે સાંજે ઉપરોક્ત ઓપરેશન પૂર્ણ થયું છે. તે પહેલા દબાણકારોને નોટીસ પાઠવાઈ હતી જેના પગલે દબાણ હટાવની કામગીરી શરૃ થયા પહેલા કેટલાક આસામીઓએ પોતે વાળી લીધેલા વંડા પાડી નાખી તેમાંથી નીકળેલા પથ્થરના બેલા વેચવાનું શરૃ કરી દીધુ હતું! કેટલાક આસામીઓએ લાખોના ખર્ચે વૈભવશાળી બંગલા બનાવી લીધા હતા અને કેટલીક દુકાનો ખડકી દેવામાં આવી હતી. તે તમામ બાંધકામો જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag