Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પટેલ કોલોનીમાં કૂતરાઓનો અસહ્ય ત્રાસઃ પરેશાની

સતત ભસતા-દોડતા કૂતરાથી રહેવાસી ત્રાહિમામ્ઃ

જામનગર તા. ૧૮ઃ જામનગરના પટેલ કોલોની શેરી નં. ૬ સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી રાઉન્ડ ધ ક્લોક કૂતરાઓનો અસહ્ય ત્રાસ રહેતા સ્થાનિક રહેવાસીઓને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. આ વિસ્તારમાં રાત-દિવસ કૂતરાઓ મસતા રહે છે અને વાહનો તેમજ રાહદારીઓની પાછળ દોડતા જોવા મળે છે. જેના કારણે બાળકોથી લઈને વૃદ્ધો સહિતના રાહદારીઓ તેમજ નાના-મોટા વાહનોના ચાલકોને મુશ્કેલી સર્જાય છે. રસ્તા પર આમતેમ ભટકતા-દોડતા કૂતરાઓને કારણે જાહેર માર્ગ પર ઘણી વખત નાના-મોટા વાહનોના અકસ્માતો અને પછી બોલાચાલી જેવા દૃશ્યો જોવા મળે છે. વાહનો અને રાહદારીઓથી સતત વ્યસ્ત રહેતા જાહેર માર્ગો પર કૂતરાના ત્રાસના કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. આ સમસ્યામાંથી જવાબદાર તંત્ર તાત્કાલિક મુક્ત કરાવે તેવી સ્થાનિકોની માંગ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh