Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિમલભાઈ નથવાણી અને વૈષ્ણવોની રજુઆત થતા
ખંભાળીયા તા. ૧૮ઃ ખંભાળીયામાં રસ્તાના નવા કામો શરૃ થયા છે. બેઠક રોડનું નવું કામ શરૃ થયું છે.
ખંભાળીયા શહેરમાં શારદા સિનેમાની મહાપ્રભુજી બેઠક રોડ અત્યંત બિસ્માર તથા ખાડાવાળો હોય આ રસ્તે જતા વૈષ્ણવો પરેશાન થતા હોય રાજ્યસભાના સાંસદ તથા ખંભાળીયાના વતની પરિમલભાઈ નથવાણી દ્વારા રજુઆત કરાતા તથા ખંભાળીયાના ધારાસભ્ય-મંત્રી મૂળુભાઈ બેરાએ આદેશ કરતા પાલિકા દ્વારા તાકીદે આયોજન કરીને પંદરમા નાણા પંચની ગ્રાન્ટમાંથી ૯૦ લાખના ખર્ચે નવો રોડ બનાવવાનું કાર્ય મંજુર થયું હતું તથા મંત્રી મૂળુભાઈ બેરા તથા ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું તે કામ શરૃ કરીને બે દિવસમાં અડધા વિસ્તારમાં રોડનું ખોદકામ કરીને જુનો રોડ કાઢીને રોડ ઉંડો ઉતારીને ભરતી કરીને લાંબો સમય ટકે તેવું કામ શરૃ થતા વૈષ્ણવોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
આ રસ્તા પર મામલતદાર કચેરી, ડે. કલેક્ટર કચેરી, એસટી બસ સ્ટેશન, લાલપુર રોડ તથા સોસાયટીના રસ્તાઓ આવેલા હોય વૈકલ્પિક માર્ગોનો ખ્યાલ રાખીને સમગ્ર આયોજન ચીફ ઓફિસર યશવંતસિંહ વાઘેલા તથા ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલાક માર્ગો પણ અદ્યતન બનશે તેમ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag