Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ જાહેર સ્થળોમાં પ્રવેશ-ફી ના પેમેન્ટ માટે
જામનગર તા. ૧૮ઃ જામનગરની શાનસમા હેરીટેજ સિટીની આગવી ઓળખ સમાન રણમલ તળાવ/ મ્યુઝિયમ, સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક તથા જામરણજિણસિંહજી પાર્કમાં જાહેર જનતાના પ્રવેશ ફી માટે ક્યુઆર કોડ દ્વારા એન.ટી.સીઆઈ એપ્રુવ્ડ સ્કેન એપ્લિકેશન જેવી કે ગુગલ પે, પે-ટીએમ, ફોન-પે, પે-ઝેપ વગેરે ડિજિટલ પેમેન્ટની સુવિધાનો પ્રારંભ મેયર બીનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શાસક પક્ષના દંડક કેતન ગોસરાણીના હસ્તે કરવામાં આવ્યો હતો.
રણમલ તળાવ પાસે આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સુવિધા એચડીએફસી બેંકના સહયોગથી શરૃ કરવામાં આવી છે. વર્ષ દરમિયાન ૧૧ થી ૧ર લાખ મુલાકાતીઓને આ સેવાનો લાભ મળશે.
આ સુવિધા લોકાર્પણ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ, એચડીએફસી બેંકના કલ્સ્ટર હેડ નિરજ દત્તાણી, બ્રાન્ચ મેનેજર ઈલેશભાઈ અને કુલદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં.
નગરની જનતાને આ ત્રણેય હરવા-ફરવાના સ્થળ ઉપર જ ડિજિટલ પેમેન્ટ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag