Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરના નાના-મોટા અકસ્માતો અનેક જગ્યાએ થતાં હોય છે. શહેરના જે રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે તેમાંથી મોટાભાગના રોડ પર વન-વેનું પાલન કરવામાં આવતું નથી. જેના કારણે પણ અકસ્માતો બને છે. આ ઉપરાંત છેલ્લા ૮ થી ૧૦ દિવસમાં કચરાના કન્ટેનર ગાડી દ્વારા અકસ્માત પણ ત્રણથી ચાર જગ્યાએ બનેલ છે. જે તે કંપની દ્વારા આ કન્ટેનર ગાડી ચલાવવામાં આવે છે તે કંપનીની ગાડીઓમાં ડ્રાઈવરના નામ બીજા હોય અને ગાડી બીજા લોકો ચલાવતા હોવાની વાત પણ જાણવા મળી છે. તો આ બાબતે પણ યોગ્ય ચેકીંગ કરવા તથા અકસ્માત રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવા અંગે જામનગરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજાએ ટ્રાફીક પીઆઈને પત્ર પાઠવીને રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag