Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એચ૩એન૨ને લઈને આજ સુધી કોઈ દર્દીને દાખલ કરવાની જરૃર નડી નથીઃ
જામનગર તા. ૧૮ઃ એચ૩એન૨ નામનો વાયરસ રાજ્યમાં ફેલાયો છે, જ્યારે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગરમાં જી.જી. હોસ્પિટલની જુની બિલ્ડીંગમાં ૧પ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જો કે આ વાયરસના કોઈ દર્દી હાલ દાખલ નથી.
એચ૩એન૨ (એન્ફ્લૂએન્જા) વાયરસનું પ્રમાણ રાજ્યમાં વધી રહ્યું છે. જામનગરમાં પણ આ રોગના લક્ષણ ધરાવતા અનેક દર્દીઓ સરકારી, ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે, જો કે હજુ સુધી એક પણ દર્દીને દાખલ કરવાની જરૃર પડી નથી.
જી.જી. હોસ્પિટલના સિનિયર તબીબના જણાવ્યા મુજબ સારવાર માટે આવતા દર્દીઓને ફ્લૂની ગોળી આપવામાં આવી રહી છે. જે ખૂબ જ અસરકારક પરિણામ આપે છે.
ઓપીડીમાં આવતા દર્દીઓને તાવ-ઉધરસ, શરદી જેવા લક્ષણો જોવા મળે છે,જો કે કોઈપણ દર્દીને ઓક્સિજનની જરૃર જણાઈ નથી.
હાલ જી.જી. હોસ્પિટલમાં જુની ઈમરાતમાં ૧પ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૃરી સ્ટાફ પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ વાયરસના દર્દીઓ માટે એ.બી. અને સી. એમ ત્રણ વિભાગમાં ગણતરી કરવામાં આવે છે, પરંતુ મહત્તમ દર્દીઓને સામાન્ય 'એ' વિભાગમાં જ નોંધાયા છે. કોઈપણ દર્દીને જરૃર પડે તો સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag