Advertisement
Author: નોબત સમાચાર

નાના ધંધાર્થીઓ માટે ઓછા ભાવે ગેસનો બાટલો ઉપલબ્ધ કરાવી કાળા બજાર નિવારો

ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કિલો દીઠ રૃા. ૩૩ નો તફાવતઃ

જામનગર તા. ૧૮ઃ રૃા. ૧૧રપ ની કિંમતવાળો ૧૪.ર કિલો વજનનો ઘર વપરાશ માટેનો ગેસનો બાટલો કાળા બજારમાં રૃા. ૧ર૪૦ માં સહેલાઈથી મળી રહે છે. તો પછી રૃા. ર૧ર૬ ની કિંમતનો ૧૯ કિલો વજનવાળો કોમર્શિયલ ગેસનો બાટલો ધંધાર્થીઓ શા માટે ખરીદ કરે...? બન્નેમાં એક સરખો જ ગેસ છે. તો પછી ભાવમાં એક કિલોએ રૃા. ૩૩ નો તફાવત શા માટે તેવો પ્રશ્ન પેટ્રોલિયમ કંપનીઓ સમક્ષ જામનગરના ગ્રાહક સુરક્ષા મંડળના માનદ મંત્રી શશીકાંત મશરૃએ ઉઠાવ્યો છે. જામનગરમાં ગાંઠીયા, ભજીયા, પૂરીશાક, નાસ્તો, ચા-પાણીની અસંખ્ય રેંકડી કે કેબિનોમાં ગેસના બાટલાનો ઉપયોગ થાય છે. કારણ કે, કેરોસીન મળતું નથી. આવા નાના ધંધાર્થીઓને કોમર્શિયલ બાટલો ખરીદવો પરવડે નહીં. હાલ ઘર વપરાશનો ૧૪.ર કિલોનો બાટલો રૃા. ૧૧૧પ માં મળે છે. એટલે કે પ્રતિ કિલો રૃા. ૭૯ થાય. જ્યારે કે કોમર્શિયલ બાટલો રૃા. ૧૯ કિલો વજનવાળો રૃા. ર૧ર૬ માં મળે છે. એટલે કે, એક કિલોના ૧૧ર રૃપિયા થાય. આમ બન્ને બાટલા વચ્ચે રૃા. ૩૩ નો પ્રતિ કિલોએ તફાવત રહે છે. નાના ધંધાર્થીઓ રૃા. ૧રપ૦ થી ૧પ૦ રૃપિયા વધુ આપીને ઘરેલું બાટલાનો જ ઉપયોગ ધંધામાં કરે છે. જે કોમર્શિયલની સરખામણીએ સસ્તો પડે છે.

ભારતીય ઓઈલ કંપનીઓ નાના ધંધાર્થીઓ માટે ક્યારેય વિચારતી નથી. શા માટે ઓછા ભાવનો બાટલો નાના ધંધાર્થીઓને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવતી નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh