Advertisement
Author: નોબત સમાચાર

દુનિયાના ૧૮ દેશો ભારતીય ચલણમાં વેપાર કરવા સહમતઃ રૃપિયો બનશે ડોલરનો વિકલ્પ

રશિયા-શ્રીલંકા સહિતના દેશોમાં સ્પેશ્યલ રૃપી વોસ્ટ્રો એકાઉન્ટ ખૂલ્યા

નવી દિલ્હી તા. ૧૮ઃ ભારતમાં ૧૮ જેટલા દેશોએ ખાસ રૃપિયા વોસ્ટ્રો એકાઉન્ટ ખોલ્યા છે, જેથી વિદશી ચલણ પર ભારતની નિર્ભરતા ઘટશે, અને રૃપિયો ડોલરનો વિશ્વસનિય વિકલ્પ બની શકશે.

ભારતીય ચલણની વિશ્વમાં વિશ્વસનિયતા વધી રહી છે અને ભારતીય રૃપિયો આંતરરાષ્ટ્રીય ચલણ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારત સાથે દુનિયાના ઘણાં મોટા દેશો રૃપિયામાં વેપાર કરવામાં સહમત થયા છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા પણ અન્ય દેશો સાથે રૃપિયાાં ભારતનો વેપાર સરળ બનાવવા માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં ૧૮ દેશોના ૬૦ સ્પેશિયલ રૃપી વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે, જેમાં રશિયા અને શ્રીલંકા જેવા દેશોના નામ સામેલ છે. ભારતના નાણા રાજ્યમંત્રી ભગવત કરડે સંસદમાં માહિતી આપી હતી કે આરબીઆઈ એ સ્થાનિક અને વિદેશી બેંકોમાં રૃપિયાના વેપાર મો ૧૮ દેશોના ૬૦ સ્પેશિયલ રૃપિયા વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલવાની મંજુરી આપી છે. ભારતમાં ૧૮ દેશોએ ખાસ રૃપિયા વોસ્ટ્રો એકાઉન્ટ ખોલ્યા છે. તેમાંથી રશિયા સ્થાનિક ચલણમાં વેપાર કરવા માટે અડગ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ભારત હંમેશાં રૃપિયામાં નિકાસને સમર્થન આપતું રહ્યું છે, અને રશિયા, સિંગાપોર, શ્રીલંકા, બોત્સ્વાના, ફિજી, જર્મની, ગુયાના, ઈઝરાયેલ, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, મ્યાનમાર, ન્યુઝીલેન્ડ, ઓમાન, સેશલ્સ, તાન્ઝાનિયા, યુગાન્ડા અને યુનાઈટેડ કિંગડમએ ભારતમાં એસઆરવીએ ખોલવામાં આવ્યા છે.

વિદેશી વેપાર રૃપિયામાં થવાથી ડોલર જેવા વિદેશી ચલણ પર ભારતની નિર્ભરતા ઘટશે. આ સાથે અચાનક વૈશ્વિક ઉથલપાથલની અસર પણ દેશની અર્થવ્યવસ્થા પર ઓછી પડશે. આ ઉપરાંત ભારતીય બેંકોને મોટા આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યાપાર કરવાની તક મળશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને રૃપિયો હવે ડોલરનો વૈશ્વિક વિકલ્પ બની રહ્યો હોવાના સારા સંકેત ગણાવાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh