Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના હોદ્દેદારો સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતીઃ
ખંભાળિયા/રાવલ તા. ૧૮ઃ દ્વારકા જિલ્લાની રાવલ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પછી કામચલાઉ વ્યવસ્થા થઈ હતી, અને હવે ર૦ મી માર્ચે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થનાર હોવાથી રાજકીય ગતિવિધિ તેજ બની છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલમાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને એક બાજુ મૂકીને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ મેદાન મારેલું તથા તેમની સત્તા આવેલી પણ ચૂંટણીના દોઢેક વર્ષમાં જ પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખના કાર્યો સામે અસંતોષ વધતા તથા વિકાસ કાર્યોની ગ્રાન્ટના દૂરૃપયોગની ફરિયાદ પછી ભાજપ તથા અસંતુષ્ટ વી.પી.પી.ના સભ્યો તથા કોંગ્રેસ દ્વારા સામૂહિક રીતે પ્રમુખ મનોજ જાદવ તથા ઉપપ્રમુખ મહિલા હોદ્દેદાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરેલ જે ર૪ માંથી ૧૬ ની બહુમતિથી પસાર થઈ જતા પ્રમુખ-ઉપપ્રમુખ રદ થતાં નવા હોદ્દેદારોની ચૂંટણી તા. ર૦-૩-ર૦ર૩ ના સવારે ૧૧ વાગ્યે દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયાની અધ્યક્ષતાની બેઠકમાં જામરાવલમાં યોજાશે.
જાણવા મળતી વિગત પ્રમાણે કોળી સમાજના પ્રમુખ નવા બનશે તથા વી.પી.પી.ના બળવાખોર સદસ્યો ભાજપના તથા અન્યોના સમર્થનથી પ્રમુખ-ઉપપ્રમુખ બનશે.
જો કે, આ હોદ્દેદારો અને તે પહેલા ભાજપનો ખેસ ધારણ કરીને પછી હોદ્દેદારો બનશે જેથી દ્વારકા જિલ્લાની વધુ એક નગરપાલિકા ભાજપ પાસે આવે તેવું આયોજન થયું છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા ધારાસભ્ય પબુભા માણેક દ્વારા આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
અમારા રાવલના પ્રતિનિધિના જણાવ્યા મુજબ વીપીપીના સભ્યો ભાજપમાં સામેલ થશે કે નહીં, તે હજુ નક્કી થયું નથી, અને આવતીકાલે આ અંગે ગતિવિધિ વધુ તેજ થશે, પરંતુ ભાજપના ટેકાથી બળવાખોર વીપીપી સભ્યો તથા અન્યો મળીને બહુમતી મેળવે, તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag