Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિજરખી નજીકના તપોવન ફાઉન્ડેશન સંચાલિત
જામનગર તા. ૧૮ઃ જામનગર નજીક વિજરખી પાસે આવેલ તપોવન ફાઉન્ડેશન સંચાલિત માતુશ્રી ઈચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામના વડીલોને હવાઈયાત્રા સાથે સાથે તીર્થયાત્રા કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તપોવન ફાઉન્ડેશન દ્વારા વિજરખીમાં છેલ્લા પાંચેક વર્ષથી ઉદાહરણિય અત્યાધુનિક વડીલ વાત્સલ્યધામ ચલાવવામાં આવે છે.
વડીલો સાથેના સહવાસ અને સંવાદથી તપોવન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને ધ્યાનમાં આવેલ કે તમામ વડીલોના મનમાં હરિદ્વારની યાત્રા થાય તેવો એક આંતરિક ભાવ હતો જેથી વડીલ વાત્સલ્યધામમાં નિવાસી આ તમામ વડીલોને પોતાના સ્વજનની જેમ સારસંભાળ સાથે મુસાફરી કરાવી લઈ જવા તેવો નિર્ણય સંસ્થાના ફાઉન્ડર રાજેનભાઈ જાની, ટ્રસ્ટી શ્રીમતી વસુબેન ત્રિવેદી તથા પરેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યો છે.
લગભગ સરેરાશ ૭૦ થી ૮૦ વર્ષની ઉંમરના વડીલોને ખૂબ દૂર એવા ધર્મસ્થાનોએ તેમની શારીરિક અશક્તિને કારણે જઈ ન શકે એ ધ્યાને રાખી વડીલોને દિલ્હીના અક્ષરધામ, હરિદ્વાર, ઋષિકેશ, ગોકુલ, મથુરા અને વૃંદાવન જેવા સ્થળોએ હવાઈયાત્રા કરાવી અને સુવિધાપૂર્વકની વ્યવસ્થા સાથે લઈ જવાનું પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા પ્રવાસમાં ફાઉન્ડર રાજેનભાઈ જાની, વડીલો તેમજ સ્ટાફ સાથે તા. ર૧-૩-ર૦ર૩ ના રાજકોટથી દિલ્હીની ફ્લાઈટમાં રવાના થશે. વડીલોને દિલ્હી એરપોર્ટથી જ સુવિધાપૂર્ણ એરકંડીશન બસમાં દિલ્હી દર્શન, અક્ષરધામના દર્શન કરી હરિદ્વાર લઈ જવામાં આવશે. હરિદ્વાર-ઋષિકેશનના યાત્રા સ્થાનોના દર્શન કરાવી તમામ વડીલોને ગોકુલ, મથુરા અને વુંદાવનના દર્શન કરાવવામાં આવશે. ત્યારપછી ફરી દિલ્હીથી રાજકોટમાં ફ્લાઈટમાં તા. ર૭-૩-ર૦ર૩ નાવડીલો વડીલ વાત્સલ્યધામમાં પરત આવશે.
સારસંભાળ રાખવા માટે જરૃરી સ્ટાફની પણ જરૃરિયાતને નજરમાં રાખી તપોવન ફાઉન્ડેશનની શરૃઆતથી સંસ્થામાં જ કામ કરતા સ્ટાફને પણ પરિવારના ગણી તેમને પણ હવાઈ યાત્રા સાથે તીર્થયાત્રામાં સાથે જ લઈ જવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag