Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તરૃણને કોમ્પેનસેશનમાંથી અપાશે રૃપિયા ત્રણ લાખઃ
જામનગર તા.૧૮ ઃ ઓખામંડળના એક તરૃણ પર પોણા બે વર્ષ પહેલા એક શખ્સે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચર્યું હતું. પોલીસે પોક્સો એક્ટ તેમજ અન્ય કાયદાઓ હેઠળ ગુન્હા નોંધ્યા હતા. તે કેસ ચાલી જતાં દ્વારકાની અદાલતે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારવા ઉપરાંત ભોગ બનનાર બાળકને સરકાર તરફથી અમલમાં રહેલી સ્કીમમાંથી વળતર અપાવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના એક ગામમાં રહેતો અગિયાર વર્ષનો બાળક ગઈ તા.૨-પ-૨૧ના દિવસે દરણું દરાવવા એક સ્થળે ગયો હતો. તે સ્થળે આવેલી ડાડુભા નામના આસામીની ઘંટીથી પરત જતી વખતે ભાવેશ પાલા પરમાર નામનો દેવીપૂજક શખ્સ મળી ગયો હતો. આ શખ્સે તે તરૃણને મકાનમાં લઈ જઈ મોઢે મુંગો દઈ દીધા પછી આ બાળક સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચર્યું હતું.
તે પછી નિદ્રાધીન થયેલા ભાવેશને હાથતાળી આપી આ તરૃણ નાસી ગયો હતો. પોતાના ઘરે આવી તેણે પિતાને આ બાબતની વાત કર્યા પછી પોલીસ મથકે દોડી ગયેલા પિતા-પુત્રએ વિતક વર્ણવતા પોલીસે આઈપીસી ૩૬૩, ૩૭૭ તથા પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
ઝડપાઈ ગયેલા આરોપીની તબીબી ચકાસણી કરાવાઈ હતી. તે કેસ દ્વારકાની એડી. સેશન્સ કોર્ટ અને પોક્સોની ખાસ કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી ભાવેશ પાલા પરમારને પોક્સો એક્ટની કલમ-પના ગુન્હા માટે વીસ વર્ષની સખત કેદની સજા અને રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. જ્યારે ભોગ બનનાર બાળકને કોમ્પેનસેશન સ્કીમમાંથી રૃા.૩ લાખ વળતર પેટે ચૂકવવાનો અદાલતે આદેશ કર્યાે છે. સરકાર તરફથી ડીજીપી લાખાભાઈ ચાવડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag