Advertisement
Author: નોબત સમાચાર

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિને 'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા'માં અપાઈ નિમણૂકઃ આવકાર

ગવર્નર જનરલના કાર્યાલયે કરી જાહેરાતઃ

નવી દિલ્હી તા. ૧૮ઃ ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો, ખાસ કરીને વેપાર અને પરોપકાર માટે વિશે સેવા બદલ 'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા'માં નિમણૂક અપાઈ છે. ઓસ્ટ્રેલિયાના ગવર્નરે જાહેરાત કરી છે, જેથી ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈકમિશને પણ પ્રશંસા કરી છે.

ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાં સામેલ રતન ટાટાના નામે વધુ એક સિદ્ધિ ઉમેરાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલે જાહેરાત કરી હતી કે ભારતના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાને ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો, ખાસ કરીને વેપાર અને પરોપકાર માટે વિશેષ સેવા બદલ 'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા'માં નિમણૂક અપાઈ છે. ર૦રર સુધી ટાટા સન્સના ચેરમેન એમિરેટ્સ અને ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાની કુલ સંપત્તિ ૩૮૦૦ કરોડ રૃપિયા છે.

ગવર્નર જનરલના કાર્યાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું છે કે, ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો માટે તેમના સમર્થનની માન્યતામાં તે ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ્ અધિકારી તરીકે નિમણૂક સાથે ઔપચારિક રાષ્ટ્રીય માન્યતાને યોગ્ય છે. નિવેદનમાં જણાવાયું હતું કે તેમના કામમાં સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ, પાણી, કૃષિ, પર્યાવરણ અને ઊર્જા, સામાજિક ન્યાય તથા સમાવેશન, ડિજિટલ પરિવર્તન, આપત્તિ રાહત અને મહીલાઓ માટે આર્થિક સશક્તિકરણ સહિત વ્યાપક ક્ષેત્રોમાં વિકાસનું સમર્થન કરતવું અને અવસર પેદા કરવાનું સામેલ છે.

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈકમિશન બેરી ઓફારેલે શુક્રવારે ટ્વિટ કરી હતી અને તેમણે રતન ટાટાને આ સિદ્ધિ મળવા બદલ ભારે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ટાટા ગાઢ દ્વિપક્ષીય સંબંધો માટે એક મજબૂત અને પ્રભાવશાળી સમર્થક રહ્યા છે જેમાં ઓસ્ટ્રેલિયા-ભારત આર્થિક સહયોગ અને વેપાર સમજુતિની વકીલાત કરવાનું સામેલ છે જેને ર૦રર માં અંતિમ રૃપ અપાયો હતો અને ભારતમાં આવનારા વેપાર અને સરકારી નેતાઓનું સમર્થન કર્યું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh