Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ટેટ-૧ ની ૧૬ એપ્રિલ અને ટેટ-ર ની ર૩ મી એપ્રિલે લેવાશે પરીક્ષા

શિક્ષણ વિભાગે કરી જાહેરાતઃ

ગાંધીનગર તા. ૧૮ઃ શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-૧ અને ટેટ-ર ની યોગ્યતા કસોટીની તારીખ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-૧ અને ટેટ-ર ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્યની સરકારી શાળામાં ખાલી પડેલી પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટેની ટેટ-૧ અને ટેટ-ર માટેની યોગ્યતા કસોટીની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. ટેટ-૧ અને ટેટ-ર માટે ઓનલાઈન અરજી અન્વયે બન્નેની યોગ્યતા કસોટી એપ્રિલમાં યોજવામાં આવશે. ટેટ-૧ કસોટી આગામી એપ્રિલની ૧૬ મી તારીખના યોજાશે જ્યારે ટેટ-ર કસોટી આગામી એપ્રિલની ર૩ મી તારીખે યોજાશે. રાજ્યભરમાંથી ટેટ-૧ માટે અંદાજે ૮૭ હજાર અને ટેટ-ર માટે અંદાજે ર લાખ ૭ર હજાર જેટલા ઉમેદવારો કસોટી આપશે. પ્રાથમિક શિક્ષણ બનવા માટે ટેટ-૧ અને ટેટ-ર કસોટી પાસ કરવી ફરજિયત છે. ધોરણ ૧ થી પ મા શિક્ષકની નોકરી માટે ઉમેદવારોએ ટેટ-૧ પરીક્ષા પાસ કરવી પડે છે અને ધોરણ ૬ થી ૮ મા શિક્ષક બનવા માટે ટેટ-ર ની પરીક્ષા પાસ કરવી પડે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh