Advertisement
Author: નોબત સમાચાર

સીંગતેલના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓ નારાજઃ ડબ્બે ઝીંકાયો રૃ. ૬૦નો ભાવ વધારો

છેલ્લા દસ દિવસથી વધતા ભાવોથી મોંઘવારીનો મારઃ

ગાંધીનગર તા. ૧૮ઃ ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે અને ૧૦ દિવસમાં સીંગતેલના ડબ્બે રૃપિયા ૬૦ નો વધારો ઝીંકાયો હોવાથી ગૃહિણીઓ નારાજ છે. કપાસિયા, પામોલીન તેલના ભાવ યથાવત્ રહ્યા છે, પરંતુ સીંગતેલના ભાવ લોકોને દઝાડી રહ્યા છે.

ગુજરાતની પ્રજા પર એક પછી એક મોંઘવારીનો માર લાગી રહ્યો છે. સીંગતેલના ભાવ લોકોને દઝાડી રહ્યા છે. સતત વધી રહેલા ભાવ અંકુશમાં નથી આવી રહ્યા. સીંગતેલના ભાવમાં ભડકો થતાં ગૃહિણીમાં નારાજગી જોવા મળી રહી છે અને તેમના બજેટ પર પણ અસર પડી છે.

સીંગતેલના ભાવમાં વધારો થતા ડબ્બો ફરી ફરી ૩ હજારથી નજીક પહોંચ્યો છે. રાજ્યના લોકો મોંઘવારીનો માર પહેલેજી જ સહન કરી રહ્યા છે તેવામાં આજે ફરી એકવાર સીંગતેલના ભાવમાં ભડકો થયો છે. દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે સીંગતેલમાં ૧૦ જ દિવસમાં ડબ્બે ૬૦ રૃપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં તેલિયા રાજા બેફામ બન્યા છે અને સીંગતેલના ભાવો સતત સળગી રહ્યા છે.

રાજ્યમાં સીંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો થતાં ગૃહિણીઓના બજેટ પર અસર પડી છે. છેલ ૦ દિવસમાં જ સીંગતેલમાં ડબ્બે ૬૦ રૃપિયા વધારી દેવામાં આવ્યા છે. સીંગતેલમાં ભાવ વધતા નવો ભાવ ર૯પ૦ થયો છે, જો કે કપાસિયા, પામોલીન તેલના ભાવ યથાવત્ રાખવામાં આવ્યા છે. કપાસિયાનો ડબ્બો ૧૮૧૦ રૃપિયા તો પામોલીનનો ડબ્બો ૧પ૪પ રૃપિયા છે.

સતત વધી રહેલા ભાવનું કારણ સંગ્રહખોરી અને સટ્ટાબજાર પણ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયા હોવા છતાં સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh