Advertisement
Author: નોબત સમાચાર

રાંધણગેસના બાટલામાંથી ઝડપાયું ગેરકાયદે રીફીલીંગ

સત્યાવીસ બાટલા, નાનો ટ્રક અન્ય મુદ્દામાલ સાથે બેની કરાઈ અટકાયતઃ

જામનગર તા.૧૮ ઃ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક મકાનમાંથી રાંધણગેસના બાટલાનું ગેરકાયદે રીલીફીંગ કરી રહેલા બે શખ્સને એસઓજીએ પકડી પાડ્યા છે. સ્થળ પરથી સત્યાવીસ બાટલા, રીફીલીંગ માટેનો સામાન, એક નાનો ટ્રક મળી રૃપિયા પોણા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક મકાનમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે ગેસનું રીફીલીંગ કરી અન્ય માણસોની જિંદગી જોખમાય તે પ્રકારનું કૃત્ય કરાઈ રહ્યું હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના રાજેશ મકવાણા, હર્ષદભાઈ, અનિરૃદ્ધસિંહ, શોભરાજસિંહને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને તેનાથી વાકેફ કરાયા પછી પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળ ગઈકાલે બપોરે એસઓજી સ્ટાફે ગુલાબનગરના બીજા ઢાળીયા પાસે આવેલી પાનની દુકાનવાળી શેરીમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે એક નાના ટ્રકમાંથી રાંધણ ગેસના બાટલા ઉતારી એ બાટલાઓમાંથી નાના બાટલાઓમાં ગેસનું રીફીલીંગ કરી રહેલા રવિ ચંદુભાઈ ગોસ્વામી તથા જતીન પ્રાગજીભાઈ હમીરપરા ઉર્ફે જીગો નામના બે શખ્સ મળી આવ્યા હતા.

એસઓજીએ સ્થળ પરથી રાંધણ ગેસના સીલ પેક બાવીસ બાટલા, સીલ તૂટેલા ચાર બાટલા તથા એક બાટલામાં નળી ભરાયેલી હતી તે બાટલો સહિત સત્યાવીસ બાટલા તેમજ એસેમ્બલ ઈલેકટ્રીક મોટર, બે રેગ્યુલેટર, વજનકાંટો, પાના તથા જીજે-૧૦-ટીએક્સ ૨૮૭ નંબરનો નાનો ટ્રક મળી કુલ રૃા.૨,૮૪,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. બંને શખ્સ સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૨૮૫, ૧૧૪ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh