Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલેજોના સહયોગથી ૧૫-૧૬ માર્ચે થયું હતું આયોજન
જામનગર તા. ૧૮ઃ વિદ્યાર્થીઓને રોજગારીની તક પ્રાપ્ત થાય તે માટે રાજયના શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ચ માસમાં મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરાયું હતું.
આ ફેરમાં જામનગરની બી.એ., બી.કોમ., બી.એસ.સી., એન્જિનિયરીંગ, લો, બી.એડ. તથા પોલિટેકનિક વિદ્યાશાખાઓના સ્નાતકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં. આ મેગા પ્લેસમેન્ટ ફેરમાં ૯ર૩ નોકરી ઈચ્છુક વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. દરેક વિદ્યાર્થી એકથી વધારે કંપનીઓમાં ઈન્ટરવ્યૂ આપી શકતા હોવાના કારણે ઈન્ટરવ્યૂની સંખ્યા ૧રર૮ ની રહી હતી. તેમાંથી કુલ ૪૭૧ વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, કે.સી.જી., અમદાવાદ તથા સરકારી વાણિજ્ય કોલેજ નોડ-૪ તથા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ખંભાળીયા નોડ-૯ ના ઓનલાઈન તથા ઓફલાઈન મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન તા. ૧પ અને ૧૬ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું હતું.
આ આયોજન સરકારી વાણિજય કોલેજ, જામનગર, સરકારી વિનિયન અને વાણિજય કોલેજ, જામખંભાળીયાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ પ્લેસમેન્ટ કેમ્પ માટે સ્થળ તેમજ અન્ય તમામ રીતે ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગરનો સહયોગ મળ્યો હતો.
આ મેગા પ્લેસમેન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણી તથા જીઆઈડીસી પ્લોટ અને શેડ હોલ્ડર એસોસિએશન પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન ડો. એચ.બી. ઘેલાણી નોડલ ઓફિસર (નોડ-૪) (આચાર્ય સરકારી વાણિજય કોલેજ, જામનગર), કોલેજ કો-ઓર્ડિનેટર ડો. સોનલ એચ. જોશી તથા તેમની સમગ્ર ટીમે કર્યુ હતું. જેનું માર્ગદર્શન ડો. એ.એસ. રાઠોડ, ઝોનલ ઓફિસર (ઝોન-પ) (આચાર્ય ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ) દ્વારા આપવામાં આવ્યું હતું. આ મેગા ફેરમાં ૬પ જેટલી નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag