Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જૈન દર્શન ઉપાસક સંઘ દ્વારા પૂ. રશ્મિરત્નસૂરીજી મહારાજનો દીક્ષા દિવસ

સરલતા, સમપર્ણતા અને સહિષ્ણુતાનો ત્રિવેણી સંગમ એટલે ગુરુદેવઃ ભગવંતો

શ્રી જૈન દર્શન ઉપાસક-સંઘ-જામનગરમાં આજીવન ગુણચરણોપાસક પૂ. આ દેવ શ્રી રશ્મિરત્નસૂરીજી મહારાજાના ૪૬ મા દીક્ષા દિવસ નિમિત્તે ગત્ તા. ૧૭ માર્ચના સદ્ગુરુ વધામણા સાથે ગુરુ રશ્મિ ગૌરવ ગાથાની ઉજવણી કરવામાં આવી હતી.

દીક્ષા દિવસ નિમિત્તે ડીકેવી કોલેજ પાસેથી પૂ.શ્રીનું સામૈયું કરવામાં આવ્યું હતું જેમાં ૧૮ બહેનો કળશ, ૧૮ બહેનો માંગલિક શુકન તથા નાના બાળકો શાશન ધ્વજ લઈને આવ્યા હતાં.

આ જૈન દર્શક ઉપાસક સંઘ આરાધના ભવનમાં પૂ. ગુરુદેવશ્રીની ગુણ ગરિમાને વર્ણવતા પૂ. પંન્યાસ ભગવંતો તેમજ મુનિ ભગવંતોએ જણાવ્યું હતું કે, સરલતા, સમપર્ણતા અને સહિષ્ણુતાનો ત્રિવેણી સંગમ એટલે આ ગુરુદેવ છે. ગૌતમ સ્વામીના સમર્પણની પ્રકૃતિ જોવી હોય તો આ ગુરુદેવ છે, કારણ કે ૪ર વર્ષ સુધી અખંડ પોતાના ગુરુની સેવા કરી એમાં ક્યારેય પોતાનો અભિપ્રાય ગુરુ ઉપર થાપ્યો નથી, અને ગુરુના અભિપ્રાયને ઉથાવ્યો નથી. ૭૩ શિષ્ય પરિવાર, ૪રપ શ્રમણી પરિવારના સ્વામી હોવા છતાં અહંકારનો અંશ પણ જીવનમાં સ્પશર્યો નથી.

સંઘના પ્રમુખ ડો. અમિતભાઈએ જણાવ્યું હતું કે ઘરમાં રહેલા દીકરાને જ્યારે પાંખ આવે છે ત્યારે માતા-પિતા સાથે રહેવા ઈચ્છતા નથી, પણ આ ગુરુદેવે આટલી પાંખો આવ્યા પછી પણ એને સંકોચી રાખી એ એમને પરાકાષ્ટાનો સમર્પણ કહેવાય.

આ પ્રસંગને અનુસરીને આ શ્રી રશ્મિરત્નસૂરીજીએ જણાવ્યું કે, આ બધું જે છે એ મારા ગુરુદેવ દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસૂરીજી મહારાજનું છે. પથ્થરમાંથી પ્રતિમા પણ બને, પગથિયા પણ બને, પરંતુ પથ્થર જેવા મને મારા શિલ્પી ગુરુદેવે ટકોરા મારી-મારીને ઘડ્યો ત્યારે જ આ દિવસ આવ્યે છે. મારા જીવનની પ્રત્યેક સફળતાનો સંપૂર્ણ શ્રેય મારા દીક્ષા દાનેશ્વરી ગુરુદેવને છે.

શ્રી જૈન દર્શક ઉપાસક સંઘ તરફથી આ નિમિત્તે કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી નવકાશી રાખવામાં આવી હતી. ગુરુભક્તો તરફથી પ્રભાવના થઈ અને બપોરે બહેનોની સમૂહ સામાયિક થયું હતું.

તા. ૧૯ ના આચાર્યશ્રીની પાવન નિશ્રામાં પાઠશાળા સંઘમાં, શ્રી જામનગર જૈન સંઘના સામૂહિક શાસ્ત્રોક્ત વિધિથી સામાયિક થશે. જેમાં હજ્જારો આરાધકો જોડાશે અને બપોર પછી પૂ. આચાર્યશ્રીનો મોરબી તરફ વિહાર થશે. ચૈત્ર માસની શાસ્વતિ ઓળી શ્રી મોરબી જૈન સંઘમાં ચારે ફિરકીની થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh